અમદાવાદ,
ટીવી એક્ટર્સ સંજીદા શેખ અને તેનો ભાઈ અનસ શેખ સામે અમદાવાદની સરખેજની યુવતી ઝાકેરા બાનું શેખે ૧ વર્ષ પહેલા ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો તેમજ પોતાના પતિની સામે ભરણ પોષણ માંગવાની કાયદાકીય લડત પણ ચલાવી હતી, ત્યારે હવે આ માંગ અમદાવાદ સેસન્સ કોર્ટે હાલ મંજુર કરી છે.
આ ઉપરાંત કોર્ટ દ્વારા ફિલ્મ એક્ટર્સ સંજીદા શેખના ભાઈ અનસ શેખને ટકોર કરી છે કે, વચગાળાના સમય સુધી દર મહિને ૧૦,૦૦૦ હજાર રકમની ચુકવણી ફરજીયાત રૂપે ચૂકવવી પડશે.
હકીકતમાં, મુંબઈમાં ટીવી એક્ટર્સ સંજીદા શેખના ભાઈ અનસ શેખની સાથે અમદાવાદની સરખેજની યુવતી ઝાકેરા બાનું શેખના લગ્ન મુસ્લિમ સમાજના રીતિ રિવાજો અનુસાર ખુબ જ ધામ ધુમથી થયા હતા.
પિતાએ પોતાની લાડલી દીકરીના લગ્નમાં રૂપિયા ખર્ચ કરવામાં કોઈ કસર છોડી ન હતી અને અંતે જયારે પોતાની દીકરીના લગ્ન શાંતિથી થઇ જતા માં – બાપને ભારે હાશકારો થયો હતો.

જો કે લગ્નના કેટલાક મહિના બાદ સાસરિયા પક્ષ દ્વારા ઝાકેરાને માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય તેવી વાત તેણે પોતાના પિતાને જણાવી હતી આ વાત સાંભળીને પિતાએ પોતાની દીકરીના સાસરિયા પક્ષની સાથે વાતચીત પણ કરી હતી અને થોડા સમય સુધી સમગ્ર મામલો થાણે પણ પડી ગયો હતો.
પંરતુ સમય જતા ઝાકેરાના પતિ અનસ શેખે પાછો નસો કરીને ઝાકેરાને મારવાનો અને તેના પિયર તરફના લોકો માટે અપશબ્દો બોલવાનું શરૂ કર્યો હતો. એટલું જ નહીં સંજીદા શેખે પણ ઝાકેરાને હેરાન કરવાનું શરુ કરતા ઝાકેરાએ આખરે મુંબઈ છોડીને અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું.
અમદાવાદ આવીને ઝાકેરાએ સો પ્રથમ પોતાના પિતાની મદદ મેળવીને ટીવી એક્ટર્સ સંજીદા શેખ અને પોતાના પતિ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી તેમજ જાકેરા બાનુંએ પોતાના વકીલ કિશોર જુમનાની મારફતે અનસ શેખની સામે ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો.
આ કેસને નીચલી કોર્ટે મંજુર રાખીને કોર્ટે અનસ શેખને ટકોર કરી હતી કે, તે દર મહિને ફરજીયાત ૫૦૦૦ રૂપિયા ખાધા ખોરાકી પેટે ઝાકેરા ને ચુકવશે.
જો કે ત્યારબાદ કોર્ટે આપેલા હુકમથી અસંતોષ થયેલી ઝાકેરાએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં ઉપલી કોર્ટે વચગાળના સમય પૂરતું ભરણપોષણની રકમ ૫૦૦૦ થી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા સુધી કરી દેવાનો હાલ હુકમ કર્યો છે.
