દક્ષીણ ગુજરાતની પ્રખ્યાત વીર નર્મદ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલનો વીડિયો વાયરલ થયો છે. આ વિદ્યાર્થીનીઓના ભોજનમાંથી ઈયળ નીકળી રહી છે. આ વિડીયોમાં ભોજનમાં અનેકવાર ઇયળ નિકળવાનો વિદ્યાર્થિનીઓ આક્ષેપ કરી રહી છે. આ વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, અવારનવાર ગર્લ્સ હોસ્ટેલની મેસમાં મળતા ભોજનમાં આ પ્રકારની ઘટના બની રહી છે.
અનેક વાર આ અંગે ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ખરાબ અને હલકી ગુણવત્તાના ભોજનની અસર વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, ભોજન બાબતે સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઈયળવાળા અને ખરાબ ભોજનની વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, પરંતુ હોસ્ટેલનું સંચાલન મંડળ આ અંગે આંખ આડા કાન કરીને બેઠું છે, અને ખાવું હોય તો આ જ ભોજન ખાવો તેવું સંચાલકો કહેતા હોવાના આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
