અમદાવાદ નજીક આવેલી પીરાણા પાસેના ગોડાઉનમાંથી શીક્ષણ બોર્ડના કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. પીરાણા રોડ પર આવેલા પસ્તીવાળાના એક ગોડાઉનમાં બોર્ડની માર્કશીટ મળી આવતાં સરકારી તંત્રના કામકાજ પર સવાલ ઉઠી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પીરાણા પાસે આવેલા એક પસ્તીના ગોડાઉન માઠી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની માર્કશીટ મળી આવી છે. આ માર્કશીટ રાજકોટ,પોરબંદરના વિદ્યાર્થીઓની હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે જુના પ્રશ્નપત્રો, શિક્ષકોની વિગતો, બોર્ડના સ્ટીકર વિગેરે પણ કચરામાં જોવા મળ્યા છે.
હવે પ્રશન એ ઉભો થાય છે કે, સરકારી નિયમ પ્રમાણે આ તમામ સરકારી ડોક્યુમેન્ટને 3 મહિના જુના દસ્તાવેજ કોન્ટ્રાકરને આપીને ક્રશ કરવાનો નિયમ છે . પછી આ દસ્તાવેજ પીરાણા આવ્યા કેવી રીતે ..? તે એક મોટો સવાલ છે. અને સરકારી તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યું છે.
આ દસ્તાવેજ કે જે ક્રશ કરવાના હતા તે અહીં આવ્યા કેવી રીતે..? તેનો નાશ કેમ નાં કરવામાં આવ્યો..? અને અહીં કચરામાં પહોચી કેવી રીતે ? શું કોઈએ જાણી જોઇને પસ્તીના રૂપિયા ભેગા કરવા માટે પસ્તીમાં નાખી છે ? તેનો પેપરવહીનો દુરપયોગ થાય તો તેની જવાબદારી કોની..?
આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે પણ કોન્ટ્રાક્ટર હશે તેને સામે કડક કાયદાકીય પગલા લેવામાં આવશે. કોન્ટ્રકરે નિયમનું ઉલ્લંઘન કર્યું, અને તેને બ્લેક લીસ્ટ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
