જમ્મુ કાશ્મીર,
જમ્મુ કાશ્મીરમાં ઈદની ઉજવણી પૂરી થતા જ કેન્દ્ર સરકારે આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા એકતરફા સંઘર્ષ વિરામને ખતમ કરી દીધો છે. ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ફરીથી શરુ કરવામાં આવશે. ગૃહમંત્રાલયના ટ્વીટર હેન્ડલ એચએમઓ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું કે ભારત સરકારે ફેસલો કર્યો છે કે રમઝાનની શરૂઆતમાં લાગુ કરવામાં આવેલો સંઘર્ષ વિરામ હવે વધારવામાં નહિ આવે. આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ફરી શરુ કરાશે. સરકારે રમઝાન દરમિયાન ઉગ્સાવવાની કોશિશો છતાં પણ સેના દ્વારા દર્શાવાયેલા ધૈર્યની પ્રશંસા કરી હતી. સરકાર જમ્મુ કાશ્મીરમાં આતંક અને હિંસા મુક્ત માહોલનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે.
The Government of India decides not to extend the suspension of operations in J&K announced in the beginning of Ramazan.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 17, 2018
The operations against the terrorists to resume.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 17, 2018
જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા એકતરફો સંઘર્ષ વિરામની ઘોષણ કર્યાને આજે એક મહીનો થઈ ગયો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 17 મે 2018ના રોજ ભારત સરકારે ફેસલો કર્યો હતો કે સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરમાં પવિત્ર માસ રમઝાન દરમિયાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી નહિ કરે, આ ફેસલો જમ્મુ કાશ્મીરના શાંતિપ્રિય લોકો માટે લેવામાં આવ્યો હતો, જેથી તેઓ સારા માહોલમાં રમઝાન માનવી શકે. રાજનાથ સિંહે જણાવ્યું કે આ દરમિયાન સેનાએ ગજબ ધૈર્યનો પરિચય આપ્યો છે, આતંકીઓ દ્વારા ભાડકાવાયા બાદ પણ એમણે કોઈ પ્રતિક્રિયા આપી નહતી. ગૃહમંત્રીએ કહ્યું કે આ ફેસલાની જમ્મુ કાશ્મીર સહીત આખા દેશમાં પ્રશંસા કરવામાં આવી હતી.
The Security Forces are being directed to take all necessary actions as earlier to prevent terrorists from launching attacks and indulging in violence and killings.
— Rajnath Singh (@rajnathsingh) June 17, 2018
રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે ઉપદ્રવીઓ દ્વારા ભાડ્કાવાયા બાદ પણ સેનાએ કોઈ પ્રતિક્રિયા આપી નહતી, જયારે આતંકીઓએ પવિત્ર રમઝાનમાં પણ હિંસા ચાલુ રાખી હતી. ગૃહમંત્રી મુજબ આ સમય દરમિયાન આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નાગરિકો અને સુરક્ષા દળોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો,અનેક લોકો ઘાયલ થયા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પહેલાની જેમ જ આતંકીઓને હુમલો કરવાથી રોકવા તેમજ હિંસા અને હત્યા કરવાથી રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. એમણે કહ્યું કે જરૂરી છે કે સમાજના બધા શાંતિપ્રિય લોકો એક સાથે આવે અને આતંકીઓને અલગ કરે, સાથેજ જે યુવાનો રસ્તો ભટકી ગયા છે એમને શાંતિના રસ્તે પાછા ફરવામાં મદદ કરે.
It is important that all sections of peace loving people come together to isolate the terrorists and motivate those who have been misguided to return to the path of peace.
— Rajnath Singh (@rajnathsingh) June 17, 2018
જણાવી દઈએ કે ઈદના ઠીક પહેલા જમ્મુ કાશ્મીરમાં રાઈઝીંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારી અને એમના બે સુરક્ષા કર્મીઓની હત્યા, એના તરત જ બાદ ઈદ મનાવવા જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ અને હત્યા થી ઘાટીના લોકોમાં આતંવાદીઓ વિરુદ્ધ સખ્ત નારાજગી છે. શહીદ ઔરંગઝેબના પિતાએ ભારત સરકાર પાસે માંગ કરી છે કે સેના 72 કલાકમાં એમના પુત્રની શહીદીનો બદલો લેવામાં આવે.
