કેશોદ/ બાઈક ચોરની બાળ ગેંગ પોલીસ સકંજામાં, જાણીતા મિલ માલિકના પુત્રની બાઈક ચોરીમાં સંડોવણી

કેશોદ પોલીસે નાની ઉંમરના બાળકોની ગેંગ ઝડપી ચાર જેટલા બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં આરોપી, સાહિલ રાજુભાઈ પરમાર ઉંમર વર્ષ 19 અને ખુશ વ્રજ ઘોડાસરા કેશોદ ના એક જાણીતા મિલમાલિક નો પુત્ર છે અને જય મક્કા હાલ હજુ પોલીસ પકડ થી દૂર છે.

Gujarat Others

એક જ કંપની ની બાઈક ચોરી કરી હોવાની કબૂલાત

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બાઇકની ચોરીનું પ્રમાણ જાણે કે રોજબરોજ વધતુ જઈ રહ્યુ છે.ઘણા દિવસોથી જાણે કે વાહનચોરો માટે મોકળુ મેદાન બની ગયુ છે. ઘણા કિસ્સાઓ ચોરીના સામે આવી રહ્યા હતા આ દરમ્યાન કેશોદમાં બાઇક ચોરીની એક સાથે બે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જૂનાગઢ ઉચ્ચ અધિકારી પોલીસ દ્વારા ચોરીના ભેદ ઉકેલવા માટે જાણે કે કેશોદ પોલીસને હવે દોડતી કરી દીધી છે. કેશોદ પોલીસે નાની ઉંમરના બાળકોની ગેંગ ઝડપી ચાર જેટલા બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં આરોપી, સાહિલ રાજુભાઈ પરમાર ઉંમર વર્ષ 19 અને ખુશ વ્રજ ઘોડાસરા કેશોદ ના એક જાણીતા મિલમાલિક નો પુત્ર છે અને જય મક્કા હાલ હજુ પોલીસ પકડ થી દૂર છે. કેશોદ શહેર માં છેલ્લા કેટલાક સમયથી જાણે કે બાઈક ચોરીનું, અને મોબાઇલ ચોરી ની ગેંગ સક્રિય હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું જેમાં ચોરીનું પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે અને લોકો પણ બાઈક ચોરીને લઈને પરેશાન છે. ઘર આગળ પાર્ક કરેલુ કે બજારમાં ખરીદી કરવા જવા સમયે પણ તસ્કરો પળવારમાં જબાઈકની ચોરી કરીને ગાયબ થઈ જાય છે.

બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા હતા ત્યારે સીસીટીવીના આધારે તપાસ દરમિયાન નજરમાં આવતા તેમની પર શંકા દરમિયાન કેશોદ પોલીસે પુછપરછ હાથ ધરી હતી અને જેમાં આરોપી શખ્સો પોલીસ સમક્ષ નજરમાં આવી જતા યોગ્ય જવાબો આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા. તપાસમાં અન્ય 3 બાઇક ચાેરી કરાયાનું કબુલાતાં બાઇક જપ્ત કરવાની કાર્યવાહી તેજ કરવા આવી હતી.

તપાસ દરમિયાન યુવકો જુદા જુદા વ્યસનની ટેવવાળા હાેઈ મિત્રતાં રચાતાં અને ચોરીના  રવાડે ચડયાં હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. આ ગેંગને એક જ કંપની બાઇક ડાઇરેક્ટ સ્ટાર્ટ કરવાની આવડત હાેય જેમાં સ્પેલન્ડર બાઇકની વધુ ચોરી કરતાં હતાં.
આ નાની ઉંમરના બાળ ગેંગ ચોરી કરીને તમામ બાઇક ગ્રામ્ય લેવલે જરૂરિયાત મંદને સસ્તા ભાવે વેચી રહ્યા હતા.  હાલ કેશોદ પોલીસ દ્વારા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે વધુ ફરાર આરોપી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહીછે.