Entertainment News/ કન્નડ–તમિલ ટીવી અભિનેત્રી નંદિની સીએમની બેંગલુરુમાં આત્મહત્યા

કન્નડ અને તમિલ ટીવી સિરિયલો માટે જાણીતી અભિનેત્રી નંદિની સીએમએ બેંગલુરુમાં આત્મહત્યા (suicide) કરી

Entertainment
suicide

Entertainment News : દક્ષિણ ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાંથી એક દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કન્નડ અને તમિલ ટીવી સિરિયલો માટે જાણીતી અભિનેત્રી નંદિની સીએમએ બેંગલુરુમાં આત્મહત્યા (suicide)કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ તેમના ચાહકો તેમજ ટીવી ઇન્ડસ્ટ્રીને શોકમાં મુકી દીધા છે.

વિશેષ કરીને ચોંકાવનારી બાબત એ છે કે નંદિનીએ આત્મહત્યા (suicide)કરતા થોડા સમય પહેલાં જ એક સિરિયલમાં પોતાના પાત્રના મૃત્યુના દ્રશ્યનું શૂટિંગ કર્યું હતું. જો કે પોલીસ અને તપાસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સિરિયલના દ્રશ્ય અને વાસ્તવિક ઘટનાને હાલ કોઈ રીતે જોડવામાં આવી નથી.

આત્મહત્યા (suicide) ની ઘટના આરઆર નગરમાં બની

આત્મહત્યા (suicide) ની ઘટના આરઆર નગરમાં બની 

મળતી માહિતી મુજબ, આ ઘટના બેંગલુરુના **આરઆર નગર (કેંગેરી પોલીસ મથક વિસ્તાર)**માં બની હતી. નંદિની ત્યાં પેઈંગ ગેસ્ટ (PG) તરીકે રહેતી હતી. 28 ડિસેમ્બર 2025ની રાત્રે આશરે 11:16થી 29 ડિસેમ્બર 2025ની રાત્રે 12:30 વચ્ચે આત્મહત્યા (suicide)ની આ દુઃખદ ઘટના બની હોવાનું અનુમાન છે.

અહેવાલો અનુસાર, તે સાંજે નંદિની તેના મિત્ર પુનીતના ઘરે ગઈ હતી. ત્યારબાદ રાત્રે લગભગ 11:23 વાગ્યે તે પોતાના PGના બીજા માળે આવેલા રૂમમાં પરત ફરી હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પુનીતે તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળતાં તેણે PG મેનેજર કુમાર અને ઇન્ચાર્જ કિરણને જાણ કરી.

દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યા બાદ નંદિનીને રૂમમાં લટકતી હાલતમાં મળી આવી. તરત જ કેંગેરી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. નંદિનીના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી, જે બાદમાં બલ્લારીથી બેંગલુરુ પહોંચ્યો હતો.

ટીવી જગતમાં ઓળખ બનાવનાર અભિનેત્રી

ટીવી જગતમાં ઓળખ બનાવનાર અભિનેત્રીનો આપઘાત

નંદિની સીએમ કન્નડ અને તમિલ ટેલિવિઝન ઉદ્યોગમાં જાણીતી નામ હતી. તે ‘જીવા હૂવાગીડે’, ‘સંઘર્ષ’ જેવી કન્નડ સિરિયલો અને તમિલ સિરિયલ ‘ગૌરી’ માટે ખાસ જાણીતી હતી. ‘ગૌરી’ સિરિયલમાં તેણે કનક અને દુર્ગા જેવા પડકારજનક ડબલ રોલ ભજવ્યા હતા, જેના કારણે તેને વિશાળ લોકપ્રિયતા મળી હતી.

એક દુઃખદ સંયોગ તરીકે, ‘ગૌરી’ સિરિયલમાં તેના પાત્રનું એક દ્રશ્ય એવું હતું જેમાં પાત્ર ઝેર પી લે છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ દ્રશ્ય અને આત્મહત્યા (suicide)વચ્ચે કોઈ સીધો સંબંધ માનવામાં આવ્યો નથી.

અભિનય માટે સરકારી નોકરીનો ઇનકાર

નંદિનીએ 2018માં બલ્લારીથી PUC પૂર્ણ કર્યા બાદ શરૂઆતમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો, પરંતુ અભિનય પ્રત્યેના જુસ્સાને કારણે તેણે અભ્યાસ છોડીને એક્ટિંગ ટ્રેનિંગ લીધી હતી.
અહેવાલો મુજબ, 2023માં તેના પિતાના અવસાન બાદ તેને સરકારી નોકરીની ઓફર મળી હતી, પરંતુ પોતાના અભિનયના સપનાઓને પૂરાં કરવા માટે તેણે આ સુરક્ષિત નોકરીનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણયને લઈને પરિવારમાં મતભેદ પણ હોવાનું કહેવાય છે.

તપાસ ચાલુ

ફિલહાલ નંદિની સીએમના આત્મહત્યા (suicide) પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફેમસ કોરિયોગ્રાફર ચૈતન્યએ કરી આત્મહત્યા, વીડિયો શેર કરતા પહેલા તેણે આપઘાતનું કારણ જણાવ્યું

આ પણ વાંચો: લવ લાઈફથી પરેશાન તમિલ અભિનેત્રી દીપાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા

આ પણ વાંચો: આ જાણીતા કોમેડિયને ઝેર ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ,પાડોશીઓએ બચવ્યો જીવ