બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેનું નામ બિઝનેસમેન શિખર પહાડિયા સાથે ખૂબ જ જોડાઈ રહ્યું છે, કારણ કે બંને દરેક ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. જાન્હવી કોઈપણ સ્થાન પર જાય શિખર બોડીગાર્ડની જેમ હંમેશા તેની આસપાસ હાજર રહે છે. પરંતુ હાલમાં શિખર પહાડીયા પહેલીવાર જાહ્નવીના પિતા બોની કપૂર સાથે જોવા મળ્યો હતો. જ્યારે પાપારાઝીએ તેને પોઝ આપવાનું કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી. હકીકતમાં, બોનીકપૂરે પાપારાઝીને પણ તેમની સાથે શિખરનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવા કહ્યું હતું. પાપારાઝીને શિખરને લઈને ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અભિનેત્રી જહાનવી પિતા બોની કપૂર અને શિખર પહાડીયા ત્રણેય સાથે હોવા પર લાગી રહ્યું છે કે બોની કપૂરે તેમના સંબંધ પર સ્વીકૃતિ આપી દીધી છે.
https://www.instagram.com/reel/C4XP0UYMfug/?utm_source=ig_embed&ig_rid=87f2978a-4e6f-443c-81db-747d04da9354
જહાનવી અને શિખર પહાડીયા
જણાવી દઈએ કે જહાનવી અને શિખર પહાડીયા થોડા સમય પહેલા જામનગરમાં સાથે જોવા મળ્યા હતા. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનનમાં જોવા મળી હતી. જામનગરમાં યોજાયેલ અનંત-રાધિકા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અભિનેત્રી જાન્હવી કપૂર અફવા બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે બહેન ખુશી અને પિતા બોની કપૂર સાથે પંહોચી હતી. જ્યાં ક્યારેક જહાનવી અને શિખર બંને એકસાથે ચાલતા જોવા મળ્યા તો ક્યારેક પાપારાઝીની સામે એકબીજાથી અંતર જાળવી રાખ્યું. તેમની આ નજાકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પાપારાઝી પર ટિપ્પણી
બોની કપૂરે પાપારાઝીની સામે પોઝ આપ્યો હતો. જ્યારે તેને શિખર સાથે ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. ઊલટાનું તેણે કહ્યું, ‘તેની સાથે નહીં, તેને અંદર મૂકશો નહીં. શિખર પહાડીયા માટે આવી ટિપ્પણી કરતો 68 વર્ષના બોની કપૂરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે લાલ શર્ટ અને પેન્ટમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેના કપડા કરતાં વધુ, વપરાશકર્તાઓનું ધ્યાન એ હકીકત તરફ દોરવામાં આવ્યું હતું કે તે શિખર પહાડિયા સાથે જોવામાં આવ્યો હતો, જે તેની પુત્રી જાન્હવી કપૂરને ડેટ કરી રહ્યો છે. બંને એક જ કારમાં એરપોર્ટ પર આવ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો પર યુઝર્સ રમૂજ કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો:Oscars 2024 Winners/‘ઓપનહેઇમર’ને 7 એવોર્ડ, ‘પૂઅર થિંગ્સ’ને 4 એવોર્ડ મળ્યા, તેમજ નોલાન-રોબર્ટ ડાઉની જુનિયરને મળ્યો પ્રથમ ઓસ્કાર
આ પણ વાંચો:Russia Ukraine War/રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવા જઈ રહ્યું હતું, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો
આ પણ વાંચો:GAZA STRIP/અમેરિકાએ ગાઝા પાસે અસ્થાયી બંદર બનાવી પેલેસ્ટિનિયનો માટે સહાયક જહાજ મોકલ્યું, નેતન્યાહુ સાથે ઘર્ષણ થયું
