Beauty Tips: જો તમે શિયાળામાં શુષ્ક ત્વચાથી પરેશાન છો તો સ્નાન કર્યા બાદ આર્ગન ઓઈલનો ઉપયોગ કરો. તમે તેને ચહેરા અને આખા શરીર પર સરળતાથી લગાવી શકો છો. આર્ગન ઓઇલથી માલિશ કરવાથી ત્વચા હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ્ડ રહે છે. આ તેલ લગાવવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. આર્ગન ઓઈલમાં વિટામીન ઈ અને ફેટી એસિડ હોય છે જે ત્વચાને શુષ્ક થતી અટકાવે છે.

બદામનું તેલ: શિયાળામાં ત્વચામાં તિરાડ પડવા લાગે ત્યારે બદામનું તેલ ચહેરા અને આખા શરીર પર લગાવો. ઠંડીના દિવસોમાં બદામનું તેલ કોઈ દવાથી ઓછું નથી. બદામના તેલમાં વિટામિન ઈ વધુ હોય છે. જે તમારી ત્વચાની શુષ્કતા દૂર કરે છે. ન્હાયા પછી બદામના તેલની આખા શરીર પર માલિશ કરવાથી શુષ્કતા ઓછી થશે. બદામનું તેલ લગાવવાથી કરચલીઓ અને ફાઈન લાઈન્સ પણ ઓછી થાય છે.

નારિયેળ તેલ: નારિયેળનું તેલ પણ શિયાળા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી શરીરને હળવા હાથે લૂછી લો અને પછી આખી ત્વચા પર નારિયેળ તેલ લગાવો અને મસાજ કરો. આનાથી તમારી ત્વચા હંમેશા નરમ અને હાઇડ્રેટેડ રહેશે. નારિયેળનું તેલ ચહેરા માટે પણ સારું માનવામાં આવે છે.
આ પણ વાંચો: વાળને વધુ ચમકદાર બનાવવા લીલા પાંદડાની મહેંદીનો કરો ઉપયોગ, જાણો રીત
આ પણ વાંચો: ડાયાબિટીસમાં સફરજન સેવન કેટલું ફાયદાકારક? Expertનો અભિપ્રાય
આ પણ વાંચો: શારીરિક સંબંધ બાંધ્યા બાદ 5 સંકેતો મળે તો બદલી દો પાર્ટનર, રાહ જોવી ઉચિત નથી
