Entertainment News/ એ આર રહેમાન ના સાંપ્રદાયિક વિવાદિત બયાન પર પીઢ અભિનેત્રી વહીદા રહેમાનની પ્રતિક્રિયા…

A R Rahman (એ આર રહેમાન)ના બયાન પછી સોશિયલ મીડિયામાં જાણે કે ખળભળાટ મચી છે જે હજુ શાંત થવાનું નામ નથી લેતો! વહીદા રહેમાન જે કલાજગતની…

Trending Entertainment
A R Rahman,એ આર રહેમાન, વહીદા રહેમાન, બયાન, પ્રતિક્રિયા

Entertainment News: સંગીતકાર એ આર રહેમાન (A R Rahman) છેલ્લા ઘણા સમયથી પોતાના એક સાંપ્રદાયિક મુદ્દાવાળા બયાનના લીધે સુર્ખીઓમાં છે. હવે આ વિવાદમાં પીઢ અભિનેત્રી વહીદા રહેમાને (Waheeda Rehman) ઝંપલાવ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે.

એ આર રહેમાન (A R Rahman)નું બયાન

વાસ્તવમાં એમણે એક ઈન્ટરવ્યૂમાં એવું કહેલું કે, “મને બોલીવુડ (Bollywood)માં ઓછું કામ મળે છે. ક્યારેક-ક્યારેક રચનાત્મક નિર્ણયો લેવાની તાકાત એવા લોકોના હાથમાં હોય છે જેઓ હકીકતમાં ક્રિએટિવિટી ધરાવતા નથી! આ ક્યારેક-ક્યારેક સાંપ્રદાયિક કારણોથી પણ હોઈ શકે છે, પરંતુ, એની ડાયરેક્ટ ખબર પડતી નથી!”

“મને કોઇ પ્રોજેક્ટમાં પસંદ કરવામાં મને જાણવા મળે છે આવેલી એવું કેવળ અફવાઓના સ્વરુપમાં જ, પણ પછીથી કંપની પોતાના અન્ય 5 કમ્પોઝરને હાયર કરી લે છે!”

એ આર રહેમાનના આ બયાન પછી સોશિયલ મીડિયા (Social Media)માં જાણે કે ખળભળાટ મચી ગયો હતો! ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ એની આલોચના કરી તો અન્ય કેટલાક લોકોએ એમનું સમર્થન પણ કર્યું છે. હવે આ વિવાદમાં પીઢ અભિનેત્રી વહીદા રહેમાને (Waheeda Rehman) ઝંપલાવ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે.

A R Rahman,એ આર રહેમાન, વહીદા રહેમાન, બયાન, પ્રતિક્રિયા

હિન્દી ફિલ્મ જગતની પ્રતિભાવાન અભિનેત્રી વહીદા રહેમાન

વહીદા રહેમાન એક એવી ભારતીય અભિનેત્રી (Actress) છે જેને બોલીવુડની સૌથી મહાન અને સૌથી પ્રતીભાવાન અભિનેત્રીઓ પૈકીની એક ગણવામાં આવે છે. એમની પાંચ દશકાથી વધુની કારકિર્દીમાં તેમણે 90 થી વધુ ફીચર ફિલ્મોમાં અભિનય કર્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ફિલ્મફેર (Film Fare) પુરસ્કારો મેળવનાર આ અભિનેત્રી પોતે પણ એક અભિનયની પાઠશાળાથી કમ નથી!

તેણીએ ગાઈડ, ચૌદહવી કા ચાંદ, પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહબ, બીવી ઔર ગુલામ જેવી ક્લાસિક ફિલ્મોમાં ઉત્તમ અભિનય કરેલો છે.

A R Rahman,એ આર રહેમાન, વહીદા રહેમાન, બયાન, પ્રતિક્રિયા

એ આર રહેમાન વિશે વહીદા રહેમાનનું વલણ

સમાચાર માધ્યમોના પ્રાપ્ત અહેવાલ મુજબ, બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને જ્યારે આ ઓસ્કાર વિનર કમ્પોઝર (Oscar Winner Composer) વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે એણે જણાવ્યું હતુ કે, હા….મેં એના વિશે વાંચ્યુ છે પરંતુ હું એમાં વધારે ઊંડી ઉતરવા નથી માગતી..જ્યારે બધુ જ બરાબર ચાલી રહ્યું હોય ત્યારે હું એના ઉપર ધ્યાન આપવા નથી માગતી. આવી નાની-મોટી વાતો તો દરેક દેશમાં બનતી રહેતી હોય છે.

A R Rahman,એ આર રહેમાન, વહીદા રહેમાન, બયાન, પ્રતિક્રિયા

આ દેશ આપણો છે…શાંતિથી રહો

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, “…તો શેની પર વિશ્વાસ કરવો અને કેટલો વિશ્વાસ કરવો? જો આ સત્ય છે કે નહિં! આપણે આમાં શા માટે સામેલ થવું જોઇએ? કમ સે કમ, મારી આ ઉંમરે હું કોઇ પણ વસ્તુ કે કોઈની પણ સાથે સામેલ થવા નથી માગતી…શાંતિપૂર્વક રહો, આ દેશ (Nation) આપણો છે, બસ ખુશ રહો, હું કેવળ આટલું જ કહી શકું છું!”

ધર્મ નહિં સમય છે આનું કારણ

અંતે વહીદા રહેમાને જણાવ્યું હતુ કે, “સંગીતકારને એમના ધર્મ (Religion)ના લીધે નહિં પણ સમય બદલાવાને કારણે ઓછું કામ મળી રહ્યું છે. આ પ્રતિભાવાન અભિનેત્રીએ જણાવ્યું હતુ કે, કામ તો ઉપર-નીચે થયા જ કરે છે! એક ઉંમર પછી લોકો એમ જ કહેતા હોય છે કે કોઈ નવા અને અલગ પ્રતિભાવાળી વ્યક્તિને લઇ આવો! આ તમામને કારણે કેટલાક લોકો પાછળ રહી જતા હોય છે! જે લોકો ઘણી ઊંચાઇને પ્રાપ્ત કરે છે એમને પણ એવું લાગતુ હોય છે કે એ ત્યાં જ રહેશે…એમને જ લેવામાં આવશે પણ એવું કાયમ તો નથી હોતું ને! કામ તો ઉપર-નીચે થતું જ રહે છે પણ એમાં કોઈ નવી વાત નથી.”


આ પણ વાંચો: એક સમયે ‘બોર્ડર’ ફિલ્મની ટીકિટ ખરીદવાના પૈસા નહતા અને આજે ‘બોર્ડર 2’માં દિલજીત દોસાંજ છે હીરો!

આ પણ વાંચો: અભિજીત ભટ્ટાચાર્યના એ આર રહેમાન પર ગંભીર આરોપ…”સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના ઘરના દરવાજા 8 વાગ્યા પછી બોલીવુડ ના લોકો માટે બંધ…એક્ટર રાજા બુંદેલા