Entertainment News: 23 જાન્યુઆરીએ સિનેમાધરોમાં રિલીઝ થયેલી ‘બોર્ડર 2’ (Border 2 Movie) મૂવીને પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત દેખાવ કર્યો છે. સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી (Sunny Deol, Varun Dhawan, Diljit Dosanjh and Ahan Shetty) જેવા એક્ટર્સ ધરાવતી આ ફિલ્મે ઓપનિંગ દિવસે જ આશરે 32 કરોડ રુપિયાની શાનદાર કમાણી કરી છે! ‘ધુરંધર‘ (Dhurandhar) જેવી ફિલ્મોના પ્રારંભિક કમાણીના આંકડાને પણ વટાવી દીધો છે! આ ફિલ્મ આ 2026ની સૌથી મોટી ઓપનર હિન્દી ફિલ્મ માનવામાં આવી રહી છે.
ફિલ્મ (Film)ની સફળતા દરમિયાન દિલજીત દોસાંજનું એક ભાવુક બયાન પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા (Social Media)પર ફેન્સ સાથે વાતચીત કરવા દરમિયાન દિલજીતે 1997 રિલીઝ થયેલી ઓરીજીનલ ફિલ્મ બોર્ડર (Border Film) સાથે જોડાયેલી એક સ્મૃતિ શૅર કરતા જણાવ્યું હતુ કે, એ સમયે એની પાસે પૈસાની કમીના કારણે એ ‘બોર્ડર’ મૂવીની ટિકિટ ખરીદી શક્યો ન હતો!

‘બોર્ડર 2’ (Border 2 Movie) મૂવીમાં છે દિલજીત દોસાંજ
દિલજીતે જણાવ્યુ હતુ કે, “જ્યારે પ્રથમ ‘બોર્ડર’ આવી હતી, ત્યારે મારી આસપાસના ઘણા બધા લોકો ફિલ્મ જોવા ગયા હતી, પણ હું ન જઇ શક્યો કારણ કે, મારી પાસે પૈસા નહતા. ઘરવાળાની પાસે પણ વધારે પૈસા ન હતા, તો એ શી રીતે આપી શકે? મારે ફિલ્મ જોવી હતી…ત્યારે મને અંદાજ પણ નહતો કે હું પોતે જ આ ફિલ્મનો ભાગ બનીશ!”
આ વીડિયોમાં દિલજીતે ‘બોર્ડર 2’ માં નિભાવેલા એના પાત્ર વિશે પણ વાત કરી. એણે જણાવ્યું કે, એણે ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોં (Flying Officer, Nirmaljit Singh Sekhon)ના જીવન પર આધારિત ભૂમિકા ભજવી છે. અભિનેતાએ જણાવ્યું છે કે, “નિર્મલજીત સિંહ સેખોંજી નું પાત્ર અત્યંત શાનદાર છે. જો તમે એમના વિશે ના વાંચ્યુ હોય તે જરુર વાંચજો અને એમના જીવનને જાણજો…”

‘સરદાર જી 3’ પાકિસ્તાનમાં રિલીઝ થઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષે ‘બોર્ડર 2’ એ વખતે વિવાદમાં સપડાઇ હતી જ્યારે દિલજીતની ફિલ્મ ‘સરદાર જી 3’ પાકિસ્તાન (‘Sardar Ji 3’ Pakistan)માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ નજર આવી હતી, જો કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય ફિલ્મ સંસ્થાઓએ પાકિસ્તાની કલાકારો (Pakistani Actors) પર પ્રતિબંધ લગાવેલો હતો! આ પછી એવી ચર્ચાઓ છેડાઇ હતી કે દિલજીતને ‘બોર્ડર 2’ માંથી દૂર કરી દેવાશે!

જો કે, આ બાબતે ફિલ્મ નિર્માતા અને ટી-સિરીઝના પ્રમુખ ભૂષણ કુમારે (Bhushan Kumar) સ્પષ્ટ કરી દીધું હતુ કે દિલજીત ‘બોર્ડર 2’નો હિસ્સો બની રહેશે. આ સાથે જ એમણે ભારતીય ફિલ્મ સંગઠનોને આશ્વાસન પણ આપ્યું હતુ કે, આ પ્રોજેક્ટ પછી એ દિલજીત સાથે ફરીથી કામ નહિં કરે!!
અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી અને જે પી દત્તા (JP Dutta) અને ભૂષણ કુમાર નિર્મિત ‘બોર્ડર 2’ હાલ તો દર્શકોનું દિલ જીતી રહી છે એવું રિસ્પોન્સ પરથી લાગી રહ્યું છે અને આવનારા દિવસોમાં બોક્સ ઑફિસ (Box Office) પર ઢાંસુ પુરવાર થશે એવી અપેક્ષા ફિલ્મી વિશ્લેષકો રાખી રહ્યાં છે.
આ પણ વાંચો: અભિજીત ભટ્ટાચાર્યના એ આર રહેમાન પર ગંભીર આરોપ…”સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”
આ પણ વાંચો: “જો મુસલમાન હોવાને કારણે કામ નથી મળી રહ્યું તો ફરીથી હિન્દુ બની જાઓ…” અનુપ જલોટાની એ આર રહેમાનને સલાહ!!
