Not Set/ લોકસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીને મળ્યો ઝટકો, TMS ના ૨૦૦૦ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા

કોલકાતા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાની વાર છે તેવામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને એક જોરદાર ઝટકો મળ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી TMSના આશરે ૨૦૦૦ કાર્યકર્તાઓએ પાર્ટી છોડીને કોંગ્રેસમાં ભળી ગયા છે. આમાં ટીએમસીના માઈનોરીટી સેલના ઉપાધ્યક્ષ શકીલ અંસારી પણ શામેલ છે.જોવાની વાત તો […]

Top Stories India Trending Politics

કોલકાતા

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાની વાર છે તેવામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને એક જોરદાર ઝટકો મળ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી TMSના આશરે ૨૦૦૦ કાર્યકર્તાઓએ પાર્ટી છોડીને કોંગ્રેસમાં ભળી ગયા છે.

આમાં ટીએમસીના માઈનોરીટી સેલના ઉપાધ્યક્ષ શકીલ અંસારી પણ શામેલ છે.જોવાની વાત તો એ છે કે માત્ર ટીએમસીના નહી પરંતુ બીજેપી અને સીપીઆઈના મુસ્લિમ કાર્યકર્તા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કુલ ૨૫૦૦ નવા સભ્યો જોડાયા છે. વર્ષની શરૂઆતમાં જ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં થયેલો બદલાવ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જોવા જઈએ તો મમતા બેનર્જીની સરકારને ચૂંટણી પહેલા એક મોટો ઝટકો મળ્યો છે તેમ કહી શકાય.