National News/ બસ્તરમાં જવાનો સાથે દિવાળી મનાવી PM મોદીએ કહ્યું- હથિયારધારી નક્સલીઓ ગયા, હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે

PM મોદીએ બસ્તરમાં CRPF જવાનો સાથે દિવાળી ઉજવી. તેમણે હથિયારધારી નક્સલવાદ સામેની સફળતા ગણાવી અને હવે ‘માનસિક નક્સલીઓ’ સામે સાવચેત રહેવાની અપીલ કરી.

NATIONAL Top Stories Breaking News
PM Modi Bastar Diwali: બસ્તરમાં જવાનો સાથે દિવાળી, ‘હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે’

National News:  વડાપ્રધાન મોદીની બસ્તરમાં દિવાળી (PM Modi Bastar Diwali) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તરમાં CRPFના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ દરમિયાન તેમણે સુરક્ષા દળોના જવાનોની હિંમત, શૌર્ય અને બલિદાનને સલામ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે એક સમયના નક્સલવાદના ગઢ ગણાતા બસ્તરમાં હવે નક્સલી હિંસાનો પ્રભાવ ઘણો ઓછો થયો છે અને વિકાસની નવી શરૂઆત થઈ છે.

બસ્તરના કોબરા ઓપરેશન્સ બેઝ ખાતે જવાનોને સંબોધતા PM મોદીએ કહ્યું કે હથિયારધારી નક્સલીઓ સામેની લડાઈમાં દેશે નિર્ણાયક સફળતા મેળવી છે. જોકે, તેમણે ચેતવણી આપતાં કહ્યું કે હવે દેશે એવા તત્વો સામે પણ સાવચેત રહેવું પડશે, જેને તેમણે ‘માનસિક નક્સલી’ ગણાવ્યા.

PM Modi Bastar Diwali: જવાનો સાથે 13મી વખત દિવાળી ઉજવી

PM Modi Bastar Diwali: બસ્તરમાં જવાનો સાથે દિવાળી, ‘હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે’
PM Modi Bastar Diwali: બસ્તરમાં જવાનો સાથે દિવાળી, ‘હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 13મી વખત સુરક્ષા દળોના જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા હતા. અગાઉ પણ તેઓ દેશના અલગ–અલગ સરહદી અને સુરક્ષિત વિસ્તારોમાં જઈને જવાનો સાથે દિવાળી ઉજવી ચૂક્યા છે.

બસ્તરમાં જવાનોને સંબોધતા મોદીએ કહ્યું કે વીર જવાનો સાથે મનાવવામાં આવેલી દરેક દિવાળી તેમના માટે યાદગાર રહી છે. તેમણે કહ્યું કે આ વખતે તેઓ બસ્તરના જંગલોમાં પોતાના જવાનો સાથે દિવાળી ઉજવવા આવ્યા છે.

PM મોદીએ કહ્યું કે આ એ જ ભૂમિ છે, જ્યાં એક સમયે નક્સલવાદનો આતંક હતો. પરંતુ સુરક્ષા દળોના શૌર્ય, ત્યાગ, તપસ્યા અને સમર્પણના કારણે આજે અહીં પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે.

2026ની દિવાળી કેમ ખાસ છે?

PM મોદીએ 2026ની દિવાળીને ખાસ ગણાવી હતી. તેમણે કહ્યું કે દાયકાઓ સુધી નક્સલવાદ અને માઓવાદી આતંક સામે ચાલેલી લડાઈમાં દેશે હવે નિર્ણાયક સફળતા મેળવી છે.

તેમના જણાવ્યા અનુસાર, આ પહેલી એવી દિવાળી છે જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે. કરોડો દેશવાસીઓ હવે નક્સલવાદના ભયમાંથી બહાર આવ્યા છે.

વડાપ્રધાને આ સફળતાનો શ્રેય સુરક્ષા દળોના લાખો બહાદુર જવાનોને આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશની આ સિદ્ધિ સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાનનું પરિણામ છે.

હથિયારધારી નક્સલીઓ ગયા, હવે ‘માનસિક નક્સલીઓ’ સામે લડાઈ

PM Modi Bastar Diwali: બસ્તરમાં જવાનો સાથે દિવાળી, ‘હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે’
PM Modi Bastar Diwali: બસ્તરમાં જવાનો સાથે દિવાળી, ‘હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે’

PM મોદી એ પોતાના ભાષણમાં કહ્યું કે જંગલોમાંથી હથિયારધારી નક્સલવાદીઓનો સફાયો થયો છે, પરંતુ ખતરો સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.

તેમણે કહ્યું કે હવે દેશે ‘માનસિક નક્સલીઓ’ સામે પણ લડવું પડશે અને તેમને ઓળખવા પડશે. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, આવા તત્વો વિવિધ સંગઠનો અને વ્યવસ્થાઓમાં જગ્યા બનાવીને લોકોને બંધારણ અને લોકશાહી વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.

મોદીએ કહ્યું કે દેશની સુરક્ષા માત્ર હથિયારોના ખતરાથી જ જોડાયેલી નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી સામે ઉભા થતા વિચારો સામે પણ સાવચેતી જરૂરી છે.

આંતરિક સુરક્ષા મજબૂત હશે તો બાહ્ય દુશ્મનો સફળ નહીં થાય

વડાપ્રધાન મોદીએ આંતરિક સુરક્ષાને દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વપૂર્ણ આધાર ગણાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ દેશની આંતરિક સુરક્ષા મજબૂત હોય છે ત્યારે બાહ્ય દુશ્મનો સરળતાથી સફળ થઈ શકતા નથી.

પરંતુ જ્યારે આંતરિક સુરક્ષા નબળી પડે છે ત્યારે બાહ્ય દુશ્મનો પણ તેનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે સરહદો પર ભારતીય સેનાના જવાનો જે ભૂમિકા ભજવે છે, તેવી જ મહત્વપૂર્ણ ભૂમિકા દેશની અંદર CRPF અને અન્ય સુરક્ષા દળોના જવાનો ભજવે છે.

છેલ્લા એક વર્ષમાં CRPFના એક પણ જવાનનું ફરજ દરમિયાન મોત નહીં

PM મોદીએ પોતાના ભાષણ દરમિયાન સુરક્ષા દળોની એક મહત્વપૂર્ણ સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ફરજ દરમિયાન CRPFના એક પણ જવાને જીવ ગુમાવ્યો નથી.

તેમણે તેને યોગ્ય નીતિઓ, મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, સુરક્ષા દળોના શૌર્ય, સાહસ અને સંયમની જીત ગણાવી હતી.

વડાપ્રધાને કહ્યું કે નક્સલવાદ સામેની લડાઈમાં લાંબા સમય સુધી એવી સ્થિતિ રહી હતી જેમાં નક્સલવાદીઓની સરખામણીમાં ભારતીય સુરક્ષા દળોના વધુ જવાનો શહીદ થતા હતા. પરંતુ હવે પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે.

અગાઉની સરકારો પર પણ PM મોદીએ સાધ્યું નિશાન

PM મોદીએ 2004થી 2013 દરમિયાન નક્સલવાદ સામેની સ્થિતિનો ઉલ્લેખ કરતાં અગાઉની સરકારો પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે તે સમયગાળામાં દર વર્ષે નક્સલવાદીઓની સરખામણીમાં આપણા વધુ બહાદુર જવાનો શહીદ થતા હતા. મોદીએ આરોપ લગાવ્યો કે અગાઉની સરકારોએ નક્સલવાદને એવી બીમારી માની લીધી હતી, જેનો કોઈ ઈલાજ નથી.

તેમણે કહ્યું કે દેશના દુશ્મનો સામે એવી વિચારસરણી સાથે લડી શકાય નહીં કે પરિસ્થિતિ જેવી છે તેવી જ રહેશે અને તેને સ્વીકારી લેવામાં આવે.

દંતેવાડાના હુમલાને પણ યાદ કર્યો

નક્સલવાદ સામેની જૂની લડાઈનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને દંતેવાડાની ઘટનાઓને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે એક સમયે નક્સલી હુમલાઓની સંખ્યા એક વર્ષમાં 2,000 સુધી પહોંચી ગઈ હતી.

તેમણે 2010માં દંતેવાડા નજીક થયેલી નક્સલી અથડામણનો ઉલ્લેખ કર્યો, જેમાં CRPF ના 76 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત તે જ વર્ષે દંતેવાડામાં બીજી ઘટનામાં 44 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી.

2014 પછી નક્સલવાદ સામેની નીતિમાં બદલાવ આવ્યો: PM

PM મોદીએ કહ્યું કે દેશને આગળ વધારવા માટે મજબૂત સંકલ્પ, યોગ્ય નીતિ અને સુવ્યવસ્થિત વ્યૂહરચના જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર, 2014 પછી નક્સલવાદ સામેની લડાઈમાં રાજકીય ઇચ્છાશક્તિ મજબૂત કરવામાં આવી.

તેમણે કહ્યું કે નક્સલવાદીઓ અને અલગતાવાદીઓના ભંડોળ પર પ્રહાર કરવામાં આવ્યો. નકલી નોટોના નેટવર્કને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, જેના કારણે નક્સલવાદીઓની આર્થિક શક્તિ અને તેમની સપ્લાય ચેન પર અસર પડી.

મોદીએ કહ્યું કે હથિયારોનો સપ્લાય અટકવાથી નક્સલવાદીઓની અવરજવર અને ભરતી પર પણ અસર પડી.

‘છત્તીસગઢની ધરતી જવાનોના લોહીથી લાલ થઈ હતી’

વડાપ્રધાને નક્સલવાદ સામે લડતા શહીદ થયેલા સુરક્ષા જવાનોને યાદ કર્યા. તેમણે કહ્યું કે છત્તીસગઢની ધરતી આપણા બહાદુર જવાનોના લોહીથી લાલ થઈ ગઈ હતી.

તેમણે જણાવ્યું કે દાયકાઓ સુધી સુરક્ષા દળો પર હુમલાની ઘટનાઓ બનતી રહી અને એકલા છત્તીસગઢમાં 1,000થી વધુ સુરક્ષાકર્મીઓ શહીદ થયા.

PM મોદીએ કહ્યું કે આજે બસ્તરમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે, તેની પાછળ સુરક્ષા દળોના અસંખ્ય બલિદાન અને ત્યાગની મોટી ભૂમિકા છે.

50 કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા: PM મોદી

PM મોદીએ નક્સલવાદ સામેની લડાઈ સાથે દેશની ગરીબી સામેની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે વર્લ્ડ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં 50 કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે ગરીબી દૂર કરવા માટે માત્ર નારા પૂરતા નથી, પરંતુ યોગ્ય નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ જરૂરી છે. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ગરીબોને સશક્ત બનાવતી ‘રંગોળી’ સાથે સરખાવી હતી.

‘તમે બધા મારા પરિવારનો હિસ્સો છો’

જવાનો સાથે ભાવનાત્મક વાત કરતા PM મોદીએ કહ્યું કે દેશની સરહદો પર અને દેશની અંદર સુરક્ષા કરનારા તમામ જવાનો તેમના પરિવારના સભ્યો છે.

તેમણે કહ્યું કે દેશના રક્ષકો અને ભારત માતાના વીર દીકરા–દીકરીઓ પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા કરે છે. કરોડો દેશવાસીઓને તેમના પર ગર્વ છે.

વડાપ્રધાને કહ્યું કે તેઓ દેશના 140 કરોડ લોકો વતી સુરક્ષા દળોના બલિદાન, સમર્પણ અને સેવાભાવ માટે આભાર વ્યક્ત કરવા આવ્યા છે.

અંતમાં PM મોદીએ જવાનોને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે તેઓ ગમે ત્યાં તૈનાત હોય, દેશની સુરક્ષા માટે તેમની સેવા અને સમર્પણ હંમેશા દેશવાસીઓ માટે ગૌરવની વાત રહેશે.


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ

આ પણ વાંચો: આજે દિવાળીના પવિત્ર તહેવાર પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો: PM મોદીની દિવાળી શુભેચ્છા, સૈનિકો સાથે કરશે ઉજવણી