Junagadh News: દિવાળી અને વેકેશનની રજાઓને પગલે ગીરના જંગલમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા (Gir Safari Booking) મળી રહ્યો છે. સાસણ ગીરની જંગલ સફારી (Sasan Gir Safari) માટે પ્રવાસીઓ અગાઉથી જ ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે આગામી 23 નવેમ્બર સુધીનું ઓનલાઈન સફારી બુકિંગ ફુલ થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 15 હજારથી વધુ પ્રવાસીઓ સાસણની મુલાકાત લે તેવી શક્યતા છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Gir Safari Booking: સિંહ દર્શન માટે એડવાન્સ બુકિંગનો ધસારો
દિવાળીની રજાઓમાં પરિવાર સાથે ગીરની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. સિંહ દર્શન માટે પ્રવાસીઓ અગાઉથી જ સફારીની પરમિટ બુક કરાવી રહ્યા છે. નવેમ્બર મહિનાના તહેવારો દરમિયાન પણ બુકિંગ ફુલ થઈ ગયું છે. ડિસેમ્બર મહિના સુધીની ઓનલાઈન પરમિટ માટે પણ ભારે માંગ હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે પ્રવાસીઓને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે માત્ર અધિકૃત વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવાની અપીલ કરી છે.
દેવળિયા સફારી પાર્કમાં પણ પ્રવાસીઓની ભીડ
મુખ્ય જંગલ સફારી દરમિયાન (Gir Lion Safari) સિંહ જોવા માટે યોગ્ય સમય અને નસીબનો સાથ જરૂરી હોય છે. આથી ઘણા પ્રવાસીઓ દેવળિયા સફારી પાર્કની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે. અહીં વાહનના પાંજરામાં બેસીને ખુલ્લા વાતાવરણમાં વિચરતા સિંહોને નજીકથી જોવાનો અનુભવ મળે છે.
કોલકાતાથી પરિવાર સાથે આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે અગાઉની ત્રણ કલાકની જંગલ સફારી દરમિયાન તેમને રસ્તો ઓળંગતી સિંહણોનો નજારો જોવા મળ્યો હતો. આ વખતે તેઓ પરિવાર સાથે દેવળિયા પાર્કની (Devaliya Safari Park) મુલાકાતે આવ્યા છે, જ્યાં નજીકથી સિંહોને જોવાનો અલગ જ રોમાંચ અનુભવાઈ રહ્યો છે.
16 ઓક્ટોબરના બદલે 7 ઓક્ટોબરથી જ સફારી શરૂ કરાઈ
આ વર્ષે સાસણ ગીરમાં સફારી માટેનું વેકેશન 16 ઓક્ટોબરે પૂર્ણ થવાનું હતું, પરંતુ તેને વહેલું પૂર્ણ કરીને 7 ઓક્ટોબરથી જ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યો હતો. સાસણ ગીર ઉપરાંત જૂનાગઢની ગિરનાર સફારી અને પોરબંદરની બરડા સફારીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સફારી શરૂ થતાં જ પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ (Gujarat Tourism) કરાવવાનું શરૂ કરી દીધું હતું. હાલ ગીર સહિતના સફારી વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે આવશે
આ પણ વાંચો: સાસણગીરમાં CM ભુપેન્દ્ર પટેલની ગીર સફારી, સિંહ દર્શન કરી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા
