રવિવારે IIFA 2018ના રંગારંગ કર્યાક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. IIFA 2018નું આયોજન 10 વર્ષ બાદ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં કરવામાં આવ્યું હતું. આ વખતનું IIFA ઘણી રીતે ખાસ છે. જેમ કે 20 વર્ષ બાદ IIFAના મંચ પર સદાબહાર અભિનેત્રી રેખાનું પરફોર્મન્સ, તેમજ બોબી દેઓલનું ફિલ્મ બરસાતના ગીત પર ડાન્સ કરવાનું.

IIFA એવોર્ડના વિનર્સનું લીસ્ટ સામે આવી ગયું છે. આ વખતે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીને મળ્યો. એમને આ એવોર્ડ ફિલ્મ મોમ માટે મળ્યો છે. જયારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ ઈરફાન ખાનને ફિલ્મ હિન્દી મીડીયમ માટે મળ્યો છે.

બેસ્ટ ફિલ્મ: તુમ્હારી સુલુ
બેસ્ટ સ્ટોરી: અમિત વી મસુરકર (ન્યુટન)
બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર: કોંકણા સેન શર્મા (અ ડેથ ઇન ધ ગંજ)
બેસ્ટ ડાયરેકશન: સાકેત ચૌધરી (હિન્દી મીડીયમ)
બેસ્ટ એક્ટર ફીમેલ: શ્રીદેવી (મોમ)
બેસ્ટ એક્ટર મેલ: ઈરફાન ખાન (હિન્દી મીડીયમ)
બેસ્ટ મ્યુઝીક ડાયરેકશન: અમાલ માલિક, તનિષ્ક બાગ્ચી, અખિલ સચદેવા (બદ્રીનાથ કી દુલ્હનિયા)
બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ: મેઘના મિશ્રા, મે કૌન હું (સિક્રેટ સુપરસ્ટાર)

બેસ્ટ પ્લેબેક સિંગર મેલ: અરિજિત સિંહ, હવાયે (જબ હેરી મેટ સેજલ)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર ફીમેલ: માહિર વીજ (સિક્રેટ સુપરસ્ટાર)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર મેલ: નાવાઝુદ્દીન સિદ્દીકી (મોમ)
બેસ્ટ લીરીક્સ: નુસરત ફતેહ અલી ખાન, એ ૧ મેલોડી ફના અને મનોજ મુંતશીર, મેરે રશ્કે કમર (બાદશાહો)
Myntra સ્ટાઈલ આઇકોન એવોર્ડ: કૃતિ સેનન

