નવી દિલ્હી,
મોબાઈલ નિર્માતા કંપની Xiaomi દ્વારા પોતાના પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 5 Proનું એક અપડેટ વર્જન લોન્ચ કરવામાં આવ્યું છે. Xiaomi દ્રારા Redmi 6 Proને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોનમાં iPhone X જેવું એક નોચ પણ આપવામાં આવ્યું છે.
Xiaomi દ્વારા પોતાના અપડેટ વર્જન Redmi 6 Proની કિંમત ૩ GB રેમ અને ૩૨ GB સ્ટોરેજ (રોમ) માટે ૧૦,૪૦૦ રૂપિયા જયારે ૪ GB રેમ અને ૩૨ GB સ્ટોરેજ માટે ૧૨,૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્માર્ટફોનનું ચીનમાં વેચાણ ૨૬ જૂનથી કરવામાં આવશે તેમજ આ મોબાઈલ ગ્રાહકો માટે બ્લેક, પિંક અને રેડ કલરમાં ઉપલબ્ધ હશે.
Xiaomi Redmi 6 Pro સ્માર્ટફોનના સ્પેસિફિકેશન :
Xiaomi દ્વારા લોન્ચ કરાયેલા પોતાના અપડેટ વર્જન Redmi 6 Proના એન્ડ્રોઇડ બેસ MIUI 9 પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં ૫.૮૪ ઇંચ ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે તેના ૧૦૮૦ X ૨૨૮૦ પિક્સલ આપવામાં આવ્યા છે.

આ સ્માર્ટફોનમાં 3GB અને 4GB રેમ તેમજ Adreno 506 GPUની સાથે 2GHZ ઓક્ટા કોર સ્નેપડ્રેગન ૬૨૫ પ્રોસેસર તેમજ ફેસ અનલોક ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ડિવાઈસમાં ૩૨ GB અને ૬૪ GB ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે અને તેને SD કાર્ડ દ્વારા ૨૫૬ GB સુધી વધારી શકાય છે.

આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે એક ૧૨ મેગાપિક્સલ અને ૫ મેગા પિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે સાથે આ ડિવાઈસમાં LED ફ્લેસ પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત AI પોટ્રેટ મોડ અને HDRની સાથે ૫ મેગાપિક્સલ કેમેરો પણ આપવામાં આવ્યો છે.
Redmi 6 Proમાં કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi, બ્લ્યુટૂથ v4.2, GPS/ A-GPS, માઈક્રો USB અને ૩.૫ mm હેડફોન જેક તેમજ ૪૦૦૦ mahની બેટરી આપવામાં આવી છે.
