IIFA એવોર્ડ્સ 2018માં દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ મોમ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રીદેવીનો આ એવોર્ડ એમના પતિ બોની કપૂરે લીધો હતો. શ્રીદેવીનો એવોર્ડ લેતા સમયે બોની કપૂર ભાવુક થઇ ગયા હતા. ત્યારે એમના પુત્ર અર્જુન કપૂરે એમને સહારો આપ્યો.
She was the queen of grace and worthy of every praise. There's no doubt the award for Performance in a Leading Role – Female posthumously goes to the late #Sridevi#IIFA2018 #NEXAIIFAAwards pic.twitter.com/x88ClJgR1d
— IIFA (@IIFA) June 24, 2018
બોની કપૂરને ભાવુક થતા જોઈ અર્જુન કપૂર અને અનીલ કપૂર એમને દિલાસો અને હિંમત આપવા માટે મંચ પર આવી ગયા હતા. આ ક્ષણ કપૂર પરિવાર માટે ખુબ ઈમોશનલ હતી.
https://instagram.com/p/BkbpXYSBsR8/?utm_source=ig_embed
જણાવી દઈએ કે શ્રીદેવીને ફિલ્મ મોમ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બોની કપૂરે આ એવોર્ડ બંને પુત્રીઓ જાહ્નવી અને ખુશી સાથે સ્વીકાર્યો હતો. ત્યારે બોની કપૂર ઘણાં ભાવુક થઇ ગયા હતા.
https://www.instagram.com/p/Bkb3TKQhMmk/?taken-by=foreverarjun26
શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર પિતાના બીજા પરિવારની નજીક આવી ગયા છે. તેઓ હમેશા જાહ્નવી અને ખુશીને સપોર્ટ કરતા દેખાય છે. અર્જુન પિતા બોની કપૂરનું પણ ખુબ ધ્યાન રાખે છે.
જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રીદેવીએ દુબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા. દુબઈમાં તેઓ ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ગયા હતા. હોટલના બાથટબમાં ડૂબી જવાથી એમનું મૃત્યુ થયું હતું.
