Not Set/ પૂર્વ મંત્રી માયા કોડનાનીએ અમિત શાહ સાથે કરી મુલાકાત

અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી ડૉ. માયા કોડનાનીએ સોમવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની મુલાકાત બાદ ડૉ. માયા કોડનાની ફરી રાજકારણમાં સક્રિય બને તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. માયા કોડનાની ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે  ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રીપદે રહી […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Former minister Maya Kodnani accompanied Amit Shah to visit

અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી ડૉ. માયા કોડનાનીએ સોમવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની મુલાકાત બાદ ડૉ. માયા કોડનાની ફરી રાજકારણમાં સક્રિય બને તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

માયા કોડનાની ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે 

ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રીપદે રહી ચૂકેલા ડૉ. માયા કોડનાની રાજ્યના બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાંથી હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા માટે તેમના અમદાવાદ સ્થિત નિવાસે ગયા હતા. જ્યાં માયા કોડનાનીએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. નરોડા પાટિયા કેસમાંથી હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ માયા કોડનાની આજે પ્રથમ વખત અમિત શાહને મળ્યા હતા.

માયા કોડનાની રાજકારણમાં થઈ શકે છે ફરી સક્રિય

માયા કોડનાનીની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની મુલાકાત બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, માયા કોડનાની ફરીથી રાજકારણમાં સક્રિય થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માયા કોડનાની નરોડા બેઠકના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ સરકારમાં મંત્રીપદે પણ રહી ચૂક્યા છે. પરંતુ વર્ષ ૨૦૦૨ના ગોધરા કાંડ પછી ફાટી નીકળેલા રમખાણો પૈકીના નરોડા પાટિયા કાંડમાં તેમનું નામ ખૂલ્યું હતું. જે અંગે નીચલી કોર્ટ દ્વારા તેમને દોષિત જાહેર કરી સજા ફટકારી હતી. નીચલી કોર્ટના આ ચુકાદાને માયા કોડનાનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

ડૉ. માયા કોડનાની ઉપરાંત પૂર્વ મેયર ગૌતમ શાહ અને દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત કરી હતી.