ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે મહેસાણા જિલ્લાના ‘મોઢેરા સૂર્ય ગ્રામ’ તેમજ ‘સૂર્ય મંદિર’ની મુલાકાત લીધી હતી.
યુત ગુટેરેસે સૂર્યમંદિરની મુલાકાત અને આ સ્થળના ઐતિહાસિક મહત્ત્વ વિશે જાણીને ધન્યતાની લાગણી અનુભવી હતી. આ અંગે તેઓએ પોતાના અનુભવની નોંધ સૂર્યમંદિરની વિઝિટર્સ બુકમાં કરતા લખ્યું કે – સૂર્ય જીવન છે અને સમગ્ર જીવસૃષ્ટિ માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. એક હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ આ મંદિર બનાવ્યું હતું. આજે આપણે તેના માટે પૂર્વજોના ખૂબ આભારી છીએ. આના લીધે આપણને સૂર્યની શક્તિનો ખૂબ જ સુંદર અનુભવ થયો. તેથી વિશ્વની સમગ્ર માનવજાતિ અને જીવસૃષ્ટિ વતી આપણે કુદરતના અને તમામ ગ્રહોના ખૂબ જ આભારી છીએ.
નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી પ્રધાનમંત્રી નરેનન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયાની પણ મુલાકાત લીધી હતી.
