Surat News/ પિતાએ માતાના ગર્ભમાં બાળકની હત્યા કરી, મોડી રાત્રે ભ્રૂણ રસ્તા પર ફેંક્યું

સુરત રસ્તા પર ભ્રૂણ મામલે પોલીસની તપાસઃ બીજું બાળક ન ઇચ્છતા 2 વાર ગર્ભપાતની દવા ખવડાવી હતી. પિતા-મેડિકલ માલિકની ધરપકડ કરાઈ છે.

Top Stories Gujarat Breaking News

Surat News : સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ગંભીર ગુનો સામે આવ્યો છે, જેમાં પિતાએ પોતાના જ બાળકની માતાના ગર્ભમાં હત્યા કરી હતી. આ અંધાધુંધ ઘટનામા પિતા મહંમદ ઇરફાને પોતાની પત્નીને બીજુ સંતાન ન ઇચ્છતા ગર્ભપાત કરાવવા ગોળીઓ ખવડાવી હતી. મહંમદ ઇરફાને તેની પત્નીને ગર્ભપાત માટે દવા ખવડાવી, પરંતુ પહેલીવાર ગર્ભપાત ન થયો તો તેણે બીજીવાર પણ દવા આપી, જે બાદ રાત્રે 2 વાગ્યે 6 મહિના જૂના ભ્રૂણને પત્નીએ જન્મ આપ્યો અને પિતાએ તેના જ બાળકૉને રસ્તે ફેંકી દીધું હતું.

ઘટના બાદ ભ્રૂણ BRTS બસ સ્ટેશન નજીક મળ્યું હતું, જ્યાં સ્થાનિક લોકો દ્વારા પોલીસે જાણ કરી હતી. સીવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોલીસે CCTV ફૂટેજને આધારે મહંમદ ઇરફાન અને મેડિકલ માલિક લખા રામ ચૌધરીની ધરપકડ કરી. મેડિકલ માલિકે ગુમાવટથી ગર્ભપાતની દવા આપીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, મહંમદ ઇરફાન અને તેની પત્નીને પહેલાંથી જ એક વર્ષનું બાળક છે. બે સંતાન ન રખાવા માટે ઇરફાને પત્નીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. પાંડેસરા વિસ્તારમાં એક મેડિકલમાંથી ક્લીન કીટ નામની ગર્ભપાત કરાવવાની દવા ખરીદી હતી. પહેલીવાર દવા ખવડાવી પણ ગર્ભપાત ન થયો તો ફરી બીજી દવા લાવી અને રાત્રે 2 વાગ્યે ગર્ભપાત કરાવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ઇરફાન ભ્રૂણને દફનાવવાની યોજના બનાવી હતી. પછી ભય લાગ્યો કે કોઇ જાણ કરશે એટલે રસ્તા પર ફેંકી નાસી ગયો હતો. જોકે, આ ઘટનામાં મેડિકલ માલિકે કોઇપણ ડોક્ટરની સલાહ વિના ગર્ભપાતની દવા આપી હતી. જેથી પોલીસે તેને પણ આરોપી ગણી મેડિકલ માલિકની ધરપકડ કરી છે.

સુરત પોલીસે પિતા મહંમદ ઇરફાન અને મેડિકલ માલિક લખા રામ ચૌધરી વિરુદ્ધ IPC કલમ 315 (ભાનપૂર્વક ગર્ભપાત કરાવવો) અને 318 (નવજાત બાળકના મૃતદેહને છુપાવવા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે વધુ તપાસમાં મેડિકલ માલિકે આ પહેલાં પણ આવા કેસોમાં સંડોવાયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર મામલે સુરત પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરીને યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Surat News/4 મહિનાના બાળકનું ભ્રુણ મળી આવવાનો મામલો, પોલીસે ખુલાસા કર્યા

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા