Not Set/ કોંગ્રેસ ઓબીસી પ્રમુખે આપ્યુ નિવેદન, પાવતીના આધરે અપાયા હતા આવાસો

અમદાવાદ, અમદાવાદ ઓઢવ આવાસને લઇને ઓબીસી કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુ દેસાઇએ ચોકાવનારૂ નિવેદન આપ્યુ છે. વિષ્ણુ દેસાઇએ જણાવ્યુ હતુ કે, માત્ર પાવતીના આધારે જ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી.. આવાસોની પાવતીમાં એટલુ જ જણાવામાં આવ્યુ હતુ કે આવાસના બ્લોક નંબર આટલાની ફાળવણી આ ભાઇને કરવામાં આવી છે. કોઇ દસ્તાવેજ કે કોઇ અન્ય લખાણ આપવામાં આવ્યુ નથી. […]

Top Stories Ahmedabad

અમદાવાદ,

અમદાવાદ ઓઢવ આવાસને લઇને ઓબીસી કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુ દેસાઇએ ચોકાવનારૂ નિવેદન આપ્યુ છે. વિષ્ણુ દેસાઇએ જણાવ્યુ હતુ કે, માત્ર પાવતીના આધારે જ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી..

આવાસોની પાવતીમાં એટલુ જ જણાવામાં આવ્યુ હતુ કે આવાસના બ્લોક નંબર આટલાની ફાળવણી આ ભાઇને કરવામાં આવી છે. કોઇ દસ્તાવેજ કે કોઇ અન્ય લખાણ આપવામાં આવ્યુ નથી.

ઉલ્લેખનિય છે કે ઓઢવ વિસ્તારમમાં ગુરૂદ્વારા પાસે આવેલા બે આવાસો ધરાશાયી થતા એકનુ મોત થયુ હતુ અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આવાસો ધરાશાયી થયા બાદ એએમસી દ્વારા આવાસો ખાલી કરાવ્યા હતા.

આવાસો ખાલી કરાવાતા રહેવાસીઓ નિરાધાર બન્યા હતા. નિરાધાર બનેલા લોકોએ ઓઢવ વિસ્તાર પર ચક્કાજામ કર્યુ હતુ. ચક્કાજામમાં કોંગ્રેસે રાજકીય રોટલા શેકતા રાજકારણ ગર્માયુ હતુ. ત્યારે હવે ઓઢવના ઓબીસી પ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કેવી પરિસ્થિતિ સર્જાશે તે જોવાનુ રહેશે.