Junagadh News/ સાસણગીરમાં CM ભુપેન્દ્ર પટેલની ગીર સફારી, સિંહ દર્શન કરી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારી (Gir Safari)ની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા અને ગીરમાં સિંહ સંવર્ધન માટે ચાલી રહેલી બહુસ્તરીય કામગીરી અંગે વન અધિકારીઓ પાસેથી માહિતી મેળવી.

Top Stories Gujarat
Gir Safari

Junagadh News:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારી (Gir Safari)ની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા.ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો.

મુખ્યમંત્રીએ ગીર સફારી (Gir Safari)માં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા.મુખ્યમંત્રીએ આજે ગીર સફારી (Gir Safari)માં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા.ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે.

મુખ્યમંત્રીએ ગીરમાં જંગલ સફારીનો (Gir Safari) નજારો માણ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે.ગીર સફારી (Gir Safari) પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે.મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક  પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણ ની કામગીરીની માહિતી આપી હતી.મુખ્યમંત્રીની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત, કર્ણાવતીમાં ઢોલ-નગારા સાથે ઉજવણી

આ પણ વાંચોઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર, ગુજરાતના 30 દિગ્ગજ નેતાઓ જશે દિલ્હી!

આ પણ વાંચોઃ ભાજપમાં નબીન પ્રયોગ પછી સંગઠનમાં થશે તળિયાઝાટક ફેરફાર