ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા પ્રથમ ઇનકાર કર્યા પછી, આખરે કોવિડ -19ની રશિયન રસી સ્પુટનિક-વી નાં ડો. રેડ્ડી દ્રારા ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ્સને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ સ્પુટનિક-વી કોરોના રસીની રજૂઆત સાથે વિશ્વની પ્રથમ કોરોના રસી હોવાનો દાવો કર્યો હતો.
ડો. રેડ્ડી અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) એ સંયુક્ત નિવેદનમાં કહ્યું – “આ એક મલ્ટી-સેન્ટર અને રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ અભ્યાસ હશે, જેમાં સલામતી અને રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કરવામાં આવશે.”
રશિયા દ્વારા સ્પુટનિક-વીને મંજૂરી આપવામાં આવે તે પહેલાં, ત્યાં ફક્ત થોડા લોકો પર જ પ્રયોગીક પરિક્ષણ કરવામાં આવ્યા હતા, તેથી ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) એ ડો. રેડ્ડીની પ્રારંભિક દરખાસ્ત પર સવાલ ઉઠાવ્યો હતો કે ભારતની મોટી વસ્તી પર પણ તેનું પરીક્ષણ થવું જોઈએ અને તેના કેવા પરિણામો છે તે ધ્યાને લેવું જોઇએ. હાલમાં, સ્પુટનિક-વીની નોંધણી પછીના તબક્કા -3 ટ્રાયલ ચાલી રહી છે, જેમાં આશરે 40 હજાર સહભાગીઓ શામેલ છે.
સપ્ટેમ્બરમાં, ડો. રેડ્ડી અને આરડીઆઈએફ સ્પુટનિક-વીની ક્લિનિકલ ટ્રાયલ અને ભારતમાં આ રસીના વિતરણ અંગે ભાગીદારી નોંધાવી હતી. ભાગીદારીના ભાગરૂપે ભારતને સ્પુટનિકના 100 મિલિયન ડોઝ આપવામાં આવશે.
જી.ડી.પ્રસાદ, મેનેજિંગ ડિરેક્ટર અને ડો. રેડ્ડી લેબોરેટરીઝના સહ-અધ્યક્ષ, જણાવ્યું હતું કે, “અમે પ્રક્રિયા દરમ્યાન ડીસીજીઆઈની વૈજ્ઞાનિકોની કઠોર માર્ગદર્શનને સ્વીકારીએ છીએ. તે એક મોટી બાબત છે કે અમને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી છે અને અમે રોગચાળા સામે લડવા સલામત અને અસરકારક રસી લાવવા કટિબદ્ધ છીએ. ”
બીજી રસી, એપિવાકકોરોના રશિયામાં નોંધવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ્સને નોવોસિબિર્સ્ક, સેન્ટ પીટર્સબર્ગ અને કિરોવના આરોગ્ય કેન્દ્રોમાં રસીના પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ્સ માટે મંજૂરી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન…
