Not Set/ ગાંધીધામમાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, 15 વેપારીઓની કરી ધરપકડ

કચ્છ, બોર્ડર રેન્જ આર.આર.સેલએ ગાંધીધામમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કરી શહેરના 15 વેપારીઓ – ઉદ્યોગપતિને દોઢ લાખની રોકડ સહિત કુલ 22.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. સિંધુભુવનમાં આવેલી નેક્સેસ ક્લબમાં ચાલતી જુગારક્લબ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 1,50,700ની રોકડ રકમ, 88,500ની કિંમતના 18 મોબાઈલ ફોન અને 20 લાખની કિંમતના વિવિધ કાર-દ્વિચક્રી વાહનો મળી કુલ […]

Top Stories Gujarat

કચ્છ,

બોર્ડર રેન્જ આર.આર.સેલએ ગાંધીધામમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કરી શહેરના 15 વેપારીઓ – ઉદ્યોગપતિને દોઢ લાખની રોકડ સહિત કુલ 22.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે.

સિંધુભુવનમાં આવેલી નેક્સેસ ક્લબમાં ચાલતી જુગારક્લબ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 1,50,700ની રોકડ રકમ, 88,500ની કિંમતના 18 મોબાઈલ ફોન અને 20 લાખની કિંમતના વિવિધ કાર-દ્વિચક્રી વાહનો મળી કુલ 22,39,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓને પોલીસ મથકે લઈ જવાયાં ત્યારે તેમણે આબરૂ સાચવવા માટે પોતાના ચહેરા છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.સુત્રોનુ માનીએ તો લાંબા સમયથી અહી ક્લબની આડમાં જુગાર ચાલતી હતી. તેના પર આ કાર્યવાહી કરાઇ હતી.

ઝડપાયેલા તમામ આરોપીઓની બોર્ડર રેન્જ આર.આર.સેલે જુગારધારા હેઠળ ધરપકડ કરી છે અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે એક સમયે જુગારધામમાં પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઝડપાયાના સમાચારને પગલે અન્ય મોટામાથાઓ પણ જુગાર સ્થળે અને પોલિસ સ્ટેશન દોડી આવ્યા હતા અને લાગવગનો દોર પણ શરૂ થયો હતો. પરંતુ પોલિસ અડગ હતી અને કાર્યવાહી પુર્ણ કરી હાલ તમામ વિરૂધ વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા તમામ લોકો પુર્વ કચ્છમાં પ્રતિષ્ઠીત છાપ ધરાવતા વેપારી-ઉદ્યોગપતી છે.