Not Set/ શુક્ર ખરાબ હોય તો આ ઉપાય જરૂર કરો, જીંદગીમાં ચાલી રહેલાં દુ:ખો થઇ જશે ઓછા

અમદાવાદ ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ મહેનત તો ઘણી કરે છે પણ એની મહેનતના પ્રમાણમાં એને ધાર્યુ પરિણામ મળતું નથી.ભૌતિક સુવિધાઓ હોવા છતાં વ્યક્તિ દુખી હોય તો શક્ય છે કે તમારો શુક્રના ગ્રહની સ્થિતિ નબળી છે અથવા તો એ અશુભ ફળ આપી રહી છે. આવામાં પરિસ્થિતિઓને અનુકૂળ બનાવા તમે કેટલાક ઉપાય કરી […]

Uncategorized

અમદાવાદ

ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ મહેનત તો ઘણી કરે છે પણ એની મહેનતના પ્રમાણમાં એને ધાર્યુ પરિણામ મળતું નથી.ભૌતિક સુવિધાઓ હોવા છતાં વ્યક્તિ દુખી હોય તો શક્ય છે કે તમારો શુક્રના ગ્રહની સ્થિતિ નબળી છે અથવા તો એ અશુભ ફળ આપી રહી છે.

આવામાં પરિસ્થિતિઓને અનુકૂળ બનાવા તમે કેટલાક ઉપાય કરી શકો છો.આ ઉપાયોથી તમને સફળતા મળી શકે છે. હથેળીમાં અંગુઠાનો સંબંધ શુક્ર ગ્રહથી છે.

જીવનની બધી જ સુખ-સુવિધા આ ગ્રહના અનુકૂળ હોવા પર આધારિત છે. જો તમારો શુક્ર ખરાબ હશે , તો તમારા સંસારીક જીવનમાં કોઈને કોઈ પરેશાની રહે તેમજ તમારા જીવનસાથી સાથે પણ સારા સબંધો પ્રસ્થાપિત નહીં કરી શકો.

શનિ, બુધ અને રાહુને શુક્રના મિત્ર મનાય છે. તેથી કુંડળીમાં આ ગ્રહો ની ખરાબ સ્થિતિ હોવાથી, એટલે કે શનિ જો ખરાબ હોય તો પૈસાને લગતી મુશ્કેલીઓ, બુધ ખરાબ હોવાથી બુદ્ધિ , છઠ્ઠી ઇન્દ્રિય તેમજ સમજવામાં મુશ્કેલી પડે છે. રાહુ જો ખરાબ હોય તો બીમારી અને સ્વાસ્થ ને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે.

આવા સમયે જો તમે ચાંદીની વીંટી બનાવીને અંગુઠા પર પહેરશો તો જીવન સરળ બનતું જશે.

ખરાબ સમય ચાલતો હોય ત્યારે શુક્ર ગ્રહને અનુકૂળ અને પ્રબળ બનાવા માટે એની ધાતુઓ ચાંદી અથવા પ્લેટિનમ ની વીટી અંગુઠામાં  પહેરવી. જેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થશે. હા પરંતુ આ વીંટી પહેરતાં પહેલાં તેને મંત્રથી સિદ્ધ કર્યા પછી જ ધારણ કરવી જરૂરી છે.

વીંટીની શુદ્ધિ માટે નીચેની રીત અનુસરવી

ગુરુવારે ચાંદીની વીટી ખરીદી અને એને કાચા દૂધમાં પલાળી દેવી. શુક્રવારે સવારી વહેલા ઉઠી સ્નાન કરી વીંટીને ચોખ્ખા પાણી થી ધોઈ ઘરના મંદિરમાં પૂજા- પાઠ  કરવા અને પૂજામાં વીંટી મુકાવી. પૂજા બાદ સવારે સૂર્યોદય થી સવારના 8 વાગ્યાની વચ્ચેના સમયમાં અંગુઠામાં પહેરવી.

તો જો તમે પણ તમારા જીવન માં આવી કોઈ કપરી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છો ? જે ઉપર વર્ણવ્યા મુજબ ની છે તો, ઉપર બતાવેલા નુસખાને અપનાવો અને જીવન માં સુખ અને સમૃદ્ધિ નું સ્વાગત કરવા તૈયાર રહો.