Not Set/ નનકાના સાહેબ / ગુરુ નાનક દેવજીનું જન્મસ્થળ, પાકિસ્તાની ગામના મુસ્લિમ વડાએ આપી હતી જમીન

મહારાજા રણજીતસિંહે 19મી સદીમાં ગુરુ નાનક દેવના જન્મસ્થળ પર ગુરુદ્વારા બનાવી હતી મુખ્ય ગુરુદ્વારા સહિત નનકાના સાહેબની આસપાસ 9 ગુરુદ્વારા છે અહીં સ્થિત તમામ ગુરુદ્વારા ગુરુ નાનક દેવના જીવનના મહત્વપૂર્ણ પાસાઓથી સંબંધિત છે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469માં તત્કાલીન રાય ભોએ દી તલવંડી જિલ્લામાં થયો હતો, બાદમાં તેનું નામ નાનકના સાહેબ રાખવામાં આવ્યું હતું. નાનકના […]

Uncategorized

મહારાજા રણજીતસિંહે 19મી સદીમાં ગુરુ નાનક દેવના જન્મસ્થળ પર ગુરુદ્વારા બનાવી હતી

મુખ્ય ગુરુદ્વારા સહિત નનકાના સાહેબની આસપાસ 9 ગુરુદ્વારા છે

અહીં સ્થિત તમામ ગુરુદ્વારા ગુરુ નાનક દેવના જીવનના મહત્વપૂર્ણ પાસાઓથી સંબંધિત છે.

ગુરુ નાનક દેવજીનો જન્મ 1469માં તત્કાલીન રાય ભોએ દી તલવંડી જિલ્લામાં થયો હતો, બાદમાં તેનું નામ નાનકના સાહેબ રાખવામાં આવ્યું હતું.

નાનકના સાહેબમાં 9 ગુરુદ્વારા છે, જેમાં પહેલી ગુરુદ્વારા ગુરુ નાનકજીના પૌત્ર દ્વારા બાંધવામાં આવી હતી. હાલનું ગુરુદ્વારા મહારાજા રણજીતસિંહે બનાવ્યું હતું.

Image result for guru nanak dev ji

શુક્રવારે સાંજે પાકિસ્તાનના સેંકડો કટ્ટરપંથી મુસ્લિમોએ શીખ પવિત્ર તીર્થ નનકાના સાહેબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરનારાઓએ શીખોને હાંકી કાઢવાની અને નનકાના સાહિબનું નામ બદલવાની પણ ધમકી આપી હતી. શીખોના પવિત્ર મંદિરોમાંના એક એવા નનકાના સાહેબની સ્થિતિ એટલી ખરાબ છે કે અહીં પ્રથમ વખત ભજન-કીર્તન રદ કરવું પડ્યું છે. પંજાબ પ્રાંતમાં સ્થિત નનકાના સાહેબ  લાહોરથી આશરે 80 કિમી દૂર છે. 550 વર્ષ પહેલાં અહીં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ થયો હતો. તેમણે અહીં પહેલી વાર ઉપદેશ આપ્યો. આથી તે શીખ માટેના સૌથી પવિત્ર યાત્રાધામોમાં શામેલ છે.

Image result for nankana sahib

ઉલ્લેખનીય  છે કે નનકાના સાહેબ હવે જ્યાં છે તે સ્થળને પહેલા મુસ્લિમ રાજપૂત વડા રાય ભોયેનું નામ અપાયું હતું. આ સ્થાન લાંબા સમયથી રાય ભોએ દી તલવંડી તરીકે ઓળખાય છે. જોકે, રાય ભોએના પૌત્ર અને વડા રાય બુલર ભટ્ટીએ ગુરુ નાનકને લગભગ 18,750 એકર જમીન આપી હતી. ગુરુ નાનક 35 વર્ષ સુધી તલવંડીમાં રહ્યા. ત્યારબાદ તે હવે ભારતીય પંજાબના કપૂરથલા જિલ્લામાં સુલતાનપુર લોધી સ્થળાંતરીત થયા હતા.  ગુરુ નાનકજીના જન્મસ્થળ સાથે સંકળાયેલા આ સ્થાનના નામ પછી નનકાના સાહેબ લોકપ્રિય થયા.

Related image

નનકાના સાહેબમાં ગુરુદ્વાર જન્મસ્થળ સહિત 9 ગુરુદ્વારા છે. અહીંનું પ્રથમ ગુરુદ્વારા 16 મી સદીમાં ગુરુનાનકજીના પૌત્ર બાબા ધરમ ચંદ દ્વારા બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. હાલના ગુરુદ્વારાનું નિર્માણ 19 મી સદીમાં મહારાજા રણજીતસિંહે કરાવ્યું હતું. આ સ્થળે, ગુરુ નાનકની જન્મજયંતિ પર એક મોટો મેળો શરૂ થયા છે. નનકાના સાહેબ  ખાતે મેળાનો પ્રારંભિક સૌ પ્રથમ વર્ષ 1868થી થયો હતો.

વર્ષો પહેલા બ્રિટિશરોએ નરસંહાર કર્યો હતો

લગભગ 98 વર્ષ પહેલાં, બ્રિટિશરોએ એક ભયંકર હત્યાકાંડ કર્યો હતો, જેમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે 1921 ની વાત છે, જ્યારે દેશમાં બ્રિટિશ શાસન સામે અસહકાર આંદોલન શરૂ થયું. નનકાના સાહેબ ગુરુદ્વારામાં સ્થાનિક લોકો દ્વારા શાંતિપૂર્ણ રીતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો એકત્રીત થઈ રહ્યા હતા. ત્યારે સૈનિકોએ અહીં પહોંચીને ફાયરિંગ કરી દીધી હતી. આ બેઠકમાં 70 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ફાયરિંગની ભારે નિંદા કરવામાં આવી હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડના 2 વર્ષની અંદર જ કરવામાં આવેલા આ હત્યાકાંડ પછી બ્રિટિશ સરકાર વિરુદ્ધ દેખાવો વધુ હિંસક બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.