Not Set/ અમિતાભ બચ્ચને પોતાની સંપતિની બંને સંતાનોમાં કરી બરાબરની વહેચણી

મુંબઇઃ અમિતાભ બચ્ચન ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, પોતાની બધી સંપતી બંને બાળકોને નામ કરે છે. તેમણે લખ્યું હતુ કે, મારી મોત બાદ મારી પાછળ જે કઇ બચશે તે, મારી પુત્રી શ્વેતા નંદા અન પુત્ર અભિષેકમાં બરાબર વહેંચી દેવામાં આવે. અમિતાભ આ ટ્વિટમાં એક બેનર લઇને જોવા મળી રહ્યા છે. જેમા […]

Uncategorized

મુંબઇઃ અમિતાભ બચ્ચન ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, પોતાની બધી સંપતી બંને બાળકોને નામ કરે છે. તેમણે લખ્યું હતુ કે, મારી મોત બાદ મારી પાછળ જે કઇ બચશે તે, મારી પુત્રી શ્વેતા નંદા અન પુત્ર અભિષેકમાં બરાબર વહેંચી દેવામાં આવે.

અમિતાભ આ ટ્વિટમાં એક બેનર લઇને જોવા મળી રહ્યા છે. જેમા લખ્યું હતુ કે, genderequality અને WeAreEqual હેશટેગ સંદેશને તેમણે ટ્વીટ કર્યુ છે.

અમિતાભ બચ્ચન પાસે બોલિવુડના સૌથી અમિર એક્ટર્સમાં ગણના થાય છે. ફિલ્મોમાં તેમનું લાંબૂ કેરિયર રહ્યુ છે. તે 80 અને 90 ના દશકમાં ‘એંગ્રી યંગ મેન’ તરીકે ઓળખાતા હતા. તેમના નામે ઘણી સુપર હિટ ફિલ્મો છે. તેમની પ્રોપર્ટી 400 મિલિયન યૂએસ ડોલર આંકવામાં આવી છે.