અમદાવાદ
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડ્રોનના ઉપયોગને ડોમેસ્ટિક મંજૂરી આપી દેવામાં આવી છે પહેલી ડિસેમ્બર થી શરતોને આધીન રહી ડ્રોનના ઉપયોગ કરી શકાશે. આ માટે સરકાર દ્વારા નિયમાવલી બહાર પાડવામાં આવી છે.
આ છે એર સ્પેસના ત્રણ ભાગ
રેડ ઝોન : ઉડ્ડયનની પરવાનગી નથી {એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય બોર્ડર, દિલ્હીનો વિજય ચોક, રાજ્યોના સચિવાલય અને સુરક્ષા સાથે સંકળાયેલી અન્ય સ્થળો.}
યલો ઝોન : નિયંત્રિત વાયુ ક્ષેત્ર {પરવાનગી બાદ ઉડ્ડયન}
ગ્રીન ઝોન : સ્વચાલિત અનુમતી ક્ષેત્ર {દિવસ દરમિયાન 400 ફૂટ ઉંચાઈ સુધી જ ઉડ્ડયનની પરવાનગી}
ડ્રોનને પાંચ કેટેગરીમાં વહેંચાયા
ડ્રોન કેટેગરી – વજન
નેનો ડ્રોન – 250 ગ્રામ
માઈક્રો ડ્રોન – 500 ગ્રામથી 2 કિલો
મિની ડ્રોન – 2 કિલોથી 25 કિલો
સ્મોલ ડ્રોન – 25 કિલોથી 150 કિલો
લાર્જ ડ્રોન – 150 કિલોથી વધુ
નવા નિયમો
250 ગ્રામથી 2 કિલો સુધીના ડ્રોનનો બાળકો રમકડાં તરીકે ઉડાડવા ઉપયોગ કરતા હોય છે. બાકીના તમામ ડ્રોનની નોંધણી કરાવવી પડશે અને તેને ખાસ ઓળખ ક્રમાંક પણ આપવામાં આવશે. આવું લાઇસન્સ લેવા ઇચ્છનારની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ, તેણે ઓછામાં ઓછું ધોરણ દશ પાસ કરેલું હોવું જોઇએ અને અંગ્રેજીની જાણકારી હોવી જોઈએ.
સરકારે જણાવ્યું હતું કે, ડ્રોનના ઉપયોગ માટે સૌથી પહેલાં તો માલિકે પોતાનું નામ, પાઈટલ અથવા તો ડ્રોનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ મોબાઈલ એપ દ્વારા પરવાનગી લેવી પડશે. પરવાનગી મળી છે કે નહીં તે પણ એપ દ્વારા નોટિફિકેશનથી જાણ કરાશે.
નો ફ્લાય ઝોન
ડ્રોન માટે કેટલાંક વિસ્તારો નો ફ્લાય ઝોન પણ નક્કી થયેલા છે. તેમાં વિમાની મથકો નજીકનો વિસ્તાર, આંતરરાષ્ટ્રીય સરહદ નજીકનો વિસ્તાર, દિલ્હીના વિજય ચોક, રાજ્યના પાટનગરનું સચિવાલય તેમ જ લશ્કરી મથક વિસ્તારનો સમાવેશ થાય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતુ કે ભારતના ઉડ્ડયનમાં આ એક ઐતિહાસિક અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. સુરેશ પ્રભુએ સાથે ઉમેર્યું હતુ કે, આનાથી દેશની ડ્રોન ઈન્ડસ્ટ્રીઝને પણ પ્રોત્સાહન મળશે.
