Politics/ પૂર્વ PM મનમોહન સિંહે જણાવ્યું- કેમ વધી રહી છે બેરોજગારી

મોદી સરકાર પર નિશાન સાધતા ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહે મંગળવારે ફરી એક વખત નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

India

મોદી સરકાર પર નિશાન સાધતા ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહે મંગળવારે ફરી એક વખત નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારનાં આ સમજી વિચારીને કરેલા નિર્ણયને લીધે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે અને અસંગઠિત ક્ષેત્ર ખંડેર થઇ ગયુ છે.

Politics / કોંગ્રેસ મુસ્લિમોની નહીં પરંતુ પારિવારિક પાર્ટી છે :સંબિત પાત્રા

ચૂંટણીલક્ષી કેરળમાં કોંગ્રેસ પાર્ટીનાં થિંક ટેંક રાજીવ ગાંધી ડેવલોપમેન્ટ સ્ટડીઝની ક વર્ચુઅલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં મનમોહનસિંહે કહ્યું હતું કે, સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા કામચલાઉ પગલાઓ દ્વારા ક્રેડિટ સમસ્યાને છુપાવી શકાય નહી. “વેઇટિંગ 2020” નામની એક કોન્ફરન્સમાં ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું, “બેરોજગારી વધારે છે અને અસંગઠિત ક્ષેત્ર ધરાશાહી થઇ ચુક્યું છે.” આ સંકટ 2016 માં થયેલા વિચાર વિહીન ડિમોનેટાઇઝેશન નિર્ણયથી ઉદ્ભવ્યું છે.” ચૂંટણી પૂર્વે યોજાયેલા આ સમારોહનો હેતુ કેરળનાં વિકાસ માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવાનો છે.

વિરોધ / PM નાં વખાણ પર ગુલામ નબી આઝાદનો વિરોધ શરૂ, કોંગ્રેસ કાર્યકરોએ સળગાવ્યા પુતળા

મનમોહનસિંહે કહ્યું કે, “સંઘવાદ અને રાજ્યોની સાથે નિયમિત પરામર્શ, જે ભારતની આર્થિક અને રાજનીતિક આધારશિલા અને બંધારણમાં નિહિત દર્શન છે, તેને વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા મહત્વ આપવામાં આવ્યું નથી.” કેરળનાં વિકાસ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે મનમોહનસિંહે કહ્યું કે રાજ્યમાં સામાજિક ધોરણો ઉંચા છે, પરંતુ ભવિષ્યમાં, અન્ય ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૂર છે. પૂર્વ વડા પ્રધાને કહ્યું કે, અહીં ઘણા અવરોધો છે, જેને રાજ્યએ પાર કરવુ પડશે. તેમણે કહ્યું કે, આઇટી ક્ષેત્ર ડિજિટલ મોડને કારણે કામ કરી રહ્યું છે, પરંતુ રોગચાળાએ પર્યટન ક્ષેત્ર પર ખૂબ ખરાબ અસર કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણ અને આરોગ્ય પર કેન્દ્રિત થવાને કારણે કેરળનાં લોકો દેશ અને વિશ્વનાં તમામ ભાગોમાં નોકરી મેળવી શક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…