Not Set/ ITR માં દંડની જોગવાઇના લીધે આવકવેરા ભરવાની સંખ્યામાં 71 ટકાનો થયો વધારો

ન્યૂ દિલ્હીઃ આયકર રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ (31 ઓગષ્ટ) સુધી નાણાંકીય વર્ષ 2017-18ને માટે કુલ 5.42 કરોડ લોકોએ રિટર્ન ભરી નાખ્યું છે. આ આંકડાઓ એવું દર્શાવે છે કે ITR ભરવામાં 71 ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે ગત વર્ષે 3.17 કરોડ લોકો પોતાનું રિટર્ન ભરવા ગયા હતાં. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયનાં જણાવ્યા અનુસાર તા. 31 […]

Top Stories India Business
Income tax increase by 71% due to the provision of penalty in ITR

ન્યૂ દિલ્હીઃ આયકર રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ (31 ઓગષ્ટ) સુધી નાણાંકીય વર્ષ 2017-18ને માટે કુલ 5.42 કરોડ લોકોએ રિટર્ન ભરી નાખ્યું છે. આ આંકડાઓ એવું દર્શાવે છે કે ITR ભરવામાં 71 ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે ગત વર્ષે 3.17 કરોડ લોકો પોતાનું રિટર્ન ભરવા ગયા હતાં.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયનાં જણાવ્યા અનુસાર તા. 31 ઓગષ્ટ એ સામાન્ય રીતે પણ વેપારીઓ અને પગારદાર માટે ITR ભરવાની અંતિમ તારીખ હતી, કે જે લોકોને ઑડિટ કરાવવાની જરૂરિયાત ન હોતી. આ દરમિયાન પગારદાર લોકો દ્વારા ઇ-ફાઇલિંગમાં 54 ટકાની વૃદ્ધિ પણ જોવા મળી છે. જેના કારણે કર સંગ્રહમાં મોટી વૃદ્ધિ થવા પામી છે તેમજ તેના કારણે સરકારી તિજોરીઓની આવકમાં પણ ધરખમ વધારો થશે.

આ કર સંગ્રહમાં થયેલી વૃદ્ધિની પાછળ એક કારણ એ પણ છે કે તા. 31 ઓગષ્ટ બાદ રિટર્ન ભરવાવાળાઓ માટે દંડ લગાવવાનાં સરકારનાં નિર્ણયની વ્યાપક અસર જોવામાં આવી છે. નાણા મંત્રાલયનાં નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે, જો કે આવકવેરા દાતાઓની સંખ્યાઓથી રિટર્ન ભરવાવાળાઓની સંખ્યા ઘણી વધારે થવા પામી છે.

ઓગષ્ટ 2017 સુધી ઇ-ફાઇલને આધારે પ્રિસંપ્ટિવ ટેક્સ યોજનાનો લાભ ઉઠાવવા અંગે જણાવ્યું છે કે, ગત વર્ષે 14.93 લાખ લોકો દ્વારા રિટર્ન ભરવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે આવા લોકોની સંખ્યા વધીને 1.17 કરોડ થઇ ગઇ છે. આવી રીતે આમાં આઠ ઘણી વધુ વૃદ્ધિ થવા પામી છે.