@મોહસીન દાલ, પંચમહાલ
હાલોલ શહેર પોલીસે ઔધોગિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે આ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસના માલીક દ્વારા બહારથી છોકરીઓ બોલાવી કુટણખાનું ચલાવતા હોઈ ડમી ગ્રાહક ઉભો કરી હોટલ માલીકને ઝડપી પાડી ગેસ્ટ હાઉસમાં ચાલતા કુટણખાનાનું રેકેટ ઝડપી પાડયુ હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેર પોલીસે ઔધોગિક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે ગોધરા- વડોદરા બાયપાસ રોડ ઉપર આવેલ દર્શન ગેસ્ટ હાઉસના માલીક બહારથી પોતાના ગેસ્ટ હાઉસમાં છોકરીઓ બોલાવી ગ્રાહકને ગેસ્ટ હાઉસમાં બોલાવી તેઓ પાસેથી નાણાં લઈ છોકરીઓ સાથે શારીરિક સંબંધ રખાવી આર્થિક લાભ લઈ કુટણખાનું ચલાવતો હોવાની પાક્કી બાતમી મળતા હાલોલ શહેર પોલીસે પંચો તેમજ નકલી ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવી ગેસ્ટ હાઉસમાં મોકલી ગોઠવેલ છટકા મુજબ દર્શન ગેસ્ટ હાઉસના માલીક દાનારામ છેલ્લારામ રહેવાસી દર્શન ગેસ્ટ હાઉસ વડોદરા- ગોધરા બાયપાસ રોડ, હાલોલ મૂળ રહેવાસી પાલી, તા. બાલી, રાજસ્થાનનાઓએ નકલી ગ્રાહક બનીને ગયેલ ઈસમ સાથે ભાવ તાલ નક્કી કરી તેની પાસેથી ₹ ૫૦૦/- ના દર ની ત્રણ ચલણી નોટો સ્વીકારી છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવા જાય.
તે સમયે ગોઠવેલ છટકા મુજબ માથા ઉપર હાથ મૂકી ઈસારો કરતા પોલીસ ગેસ્ટ હાઉસમાં દોડી આવી ગેસ્ટ હાઉસના કાઉન્ટર ઉપર ઉભા રહેલ ઈસમનું નામથામ પૂછતાં દરગારામ દાનારામ છેલ્લારામ તેનાજ રૂમમાં એક છોકરી મળી આવેલ તેમજ કાઉન્ટરના ખાનામાં તાપસ કરતા ૫૦૦ ના દરની ડમી ગ્રાહકની ત્રણ નોટ બાદ કરતા ₹૪૫૧૦/- મળી આવેલ વધુ પૂછપરછ કરતા શરીર સુખ માનવા માટે ગ્રાહક પાસે ₹ ૧૨૦૦/- લેતા હતા અને તેમાંથી ₹૭૦૦/- /- છોકરી ને આપતા અને ₹ ૫૦૦/- પોતે રૂમ તથા સગવડ પૂરી પાડવામાં આવે તેના લેતા હોવાનું જાણવા મળી આવ્યુ હતું. હાલોલ પોલીસે ગેસ્ટ હાઉસ માલીક સામે કાયદેસર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
