Entertainment News: અજય દેવગન સ્ટારર્ ‘દ્રશ્યમ્’ બોલીવુડની સૌથી સફળ અને બહુચર્ચિત ફિલ્મ પૈકીની એક છે. આ ફિલ્મ (Drashyam, Bollywood Film)ની સિરીઝના બે ભાગ આવી ચૂક્યા છે અને એ બંનેને દર્શકોએ વખાણ્યાં હતા…હવે આને ત્રીજો ભાગ ‘દ્રશ્યમ 3’ (Drashyam 3) આવનાર છે. આ મૂવીમાં અગાઉ અક્ષય ખન્ના નજરે ચઢવાના હતા પણ અચાનક એ ફિલ્મમાંથી આઉટ થઇના સમાચાર આવ્યા અને આ દરમિયાન એક નવી એન્ટ્રી થઇ છે.

‘દ્રશ્યમ 3’ (Drashyam 3) ફિલ્મમાં પ્રકાશ રાજની એન્ટ્રી
આ દિગ્ગજ અભિનેતાએ હવે અજય દેવગણ સાથે (Prakash Raj & Ajay Devgan) રુપેરી પડદા પર અભિનય કરતા દેખાશે! આ પ્રતિભાશાળી એક્ટરે હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શૅર કરતા જણાવ્યું છે કે એ ‘દ્રશ્યમ 3’ માં નજર આવશે…! આ પ્રથમ વાર નથી બની રહ્યું જ્યારે પ્રકાશ રાજ અને અજય દેવગણ સાથે કામ કરશે! આ અગાઉ પણ એ ‘સિંઘમ્’ મૂવી (Singham Film) માં સાથે હતા અને એમણે પોતાની આ પોસ્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે, આ ફિલ્મમાં એણે કોઇને પણ રિપ્લેસ નથી કર્યા…સ્વાભાવિક પણે એનો ઇશારો અક્ષય ખન્ના (Akshay Khanna) તરફ જ હતો!

પ્રકાશ રાજે શું કહ્યું?
આ પ્રતિભાશાળી એક્ટરે હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરતા જણાવ્યું છે કે એ ‘દ્રશ્યમ’ ના ત્રીજા ભાગમાં નજર આવશે…! હાલમાં જ સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટમાં પ્રકાશે ‘દ્રશ્યમ્ 3’ મૂવીમાં પોતાની એન્ટ્રીનું એલાન કર્યું છે. એમણે એમ પણ જણાવ્યું કે, એણે ફિલ્મનું શૂટિંગ શરુ પણ કરી દીધું છે. આ સાથે જ એણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, એણે અક્ષય ખન્નાનું સ્થાન આંચકી નથી લીધું!
પોસ્ટમાં લખ્યું છે કે, “આ મનોરંજક ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ્ 3’ હિન્દી ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે…એક બહેતરીન ટીમ સાથે, એક શાનદાર ભૂમિકા નિભાવવાનો મોકો મળ્યો છે…મને વિશ્વાસ છે કે તમને આ ફિલ્મ પસંદ પડશે…(અને હા, હું કોઇનું સ્થાન નથી લઈ રહ્યો!)”
‘સ્પિરિટ’થી બહાર થઇ જવાની અફવાને રદિયો
છેલ્લા રવિવારે એવા સમાચાર ફેલાયા હતા કે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પછી પ્રકાશ રાજે પણ ફિલ્મ ‘સ્પિરિટ’ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ અફવાઓમાં એવું કહેવાતું હતુ કે, સંદીપ રેડ્ડી વાંગાની સાથેના ક્રિએટિવ મતભેદોના કારણે એણે આમ કર્યુ છે. જેવી આ ફિલ્મમાંથી બહાર નીકળી જવાની અફવાઓએ રફતાર પકડી કે તરત જ, સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશે સ્પષ્ટ કરી દીધું કે, એ ‘સ્પિરિટ’ ફિલ્મ (Spirit Film)માંથી આઉટ હોવાના તમામ અટકળો કેવળ અફવાઓ જ છે અને આ પ્રકારની અફવા ન ફેલાવવાની પણ એણે અપીલ કરી હતી.

અભિનેતાએ પોસ્ટમાં શું કહ્યું?
અભિનયમાં સિક્કો જમાવનાર આ એક્ટરે, પોતે ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી આઉટ હોવાની અફવાઓના રિએક્શનમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે, “હું ફિલ્મ ‘સ્પિરિટ’ વિશે ઝેરીલી ખબર ફેલાવનારાઓને સૂચિત કરવા માગુ છું…હજુ તો મારા સીનનું શૂટિંગ પણ શરુ નથી થયું અને વ્હોટ્સએપ પર અફવા પણ ફેલાવા લાગી! થોડી બુદ્ધિ દોડાવો….પોતાની જીંદગી જીવો…!!”
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રકાશ રાજ છેલ્લે ધનુષ અને કૃતિ સેનન અભિનીત ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મમાં દેખાયા હતા. આ રોમેન્ટિક ડ્રામા મૂવીમાં એણે ધનુષ (Actor Dhanush)ના પિતાની ભૂમિકા ભજવી હતી. આનંદ એલ રાય ની આ મૂવી બૉક્સ ઑફિસ પર હીટ સાબિત થઇ હતી પણ એના ગૂંચવણભરેલા કથાનક (Script) બદલ એની ઘણી ટીકા અને આલોચના પણ થઇ હતી!
આ પણ વાંચો: ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!
આ પણ વાંચો: રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મના સેટ પર ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી કરાયા
