Surat News/ સુરતમાં ઉમરાહ પૂર્ણ કરીને પરત ફરેલા પરિવારના ત્રણ સભ્યોનું ગેસ ગીઝર માંથી કાર્બન મોનોક્સાઇડ લીક થતાં મોત

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, પ્રાથમિક તપાસમાં ગેસ ગીઝર (Gas Geyser Leak)માંથી લીક થયેલા કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે ગૂંગળામણથી મોત થયું હોવાની આશંકા.

Top Stories Gujarat Surat Breaking News
Gas Geyser Leak

Surat News:સુરત શહેરના ઐતિહાસિક લાલગેટ વિસ્તારમાં આવેલી હરિપુરા સૌય શેરી ખાતે એક પરિવારના ત્રણ સભ્યોના  મોતની ઘટનાએ આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મૃતકોમાં 41 વર્ષીય ફૈઝ અહેમદ યુસુફ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને તેમનો 12 વર્ષનો પુત્ર નોમાન ઉર્ફે નોનુનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં કાર્બન મોનોક્સાઇડ (CO) ગેસ (Gas Geyser Leak)ના શ્વાસમાં જવાથી ગૂંગળામણના કારણે ત્રણેયનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ગીઝર માંથી ગેસ લીક (Gas Geyser Leak) થતાં મોત

સોમવાર રાત્રે (9 ફેબ્રુઆરી) ફૈઝ સૈયદ પોતાની પત્ની અને પુત્ર સાથે દાદીના ઘરે ગયા હતા, જ્યાં તેઓએ ઉમરાહની યાત્રામાંથી લાવેલા પ્રસાદનું (તબરૂક) પેકિંગ કર્યું અને મોડી રાત સુધી પરિવાર સાથે વાતચીત કરી. તે સમયે તેમની પુત્રી ફરીન દાદીના ઘરે જ સૂઈ ગઈ હતી. ફૈઝ, મુબીનાબાનુ અને નોમાન મોડી રાત્રે પોતાના ઘરે પરત ફર્યા અને સૂઈ ગયા.મંગળવારે (10 ફેબ્રુઆરી) સવારે ફૈઝના મોટા ભાઈ ઉસ્માન સૈયદે પુત્રને સ્કૂલે લઈ જવા માટે ઘણી વખત ફોન કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેઓ ઘરે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને અંદર પ્રવેશતાં ભયાનક દૃશ્ય જોવા મળ્યું હતું.

હોલમાં 12 વર્ષીય નોમાન મૃત હાલતમાં મળી આવ્યો હતો, એવું લાગતું હતું કે તે દરવાજો ખોલવાના પ્રયત્ન કરી રહ્યો હતો આ દરમિયાન ગૂંગળામણથી તેનું મૃત્યુ થઈ ગયું હતું.અંદર જતાં જોયું ટી બેડરૂમમાં પતિ-પત્ની અલગ-અલગ સ્થળે મૃત હાલતમાં મળી આવ્યા હતા.આ ત્રણેયના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું.

મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ બાથરૂમમાં લગાવેલા ગેસ ગીઝર (Gas Geyser Leak)માંથી લીક થયેલા કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.શરીરમાંથી કોઈ ઝેરી દવા કે અન્ય રસાયણિક અંશ મળ્યા નથી.જોકે વિવિધ સેમ્પલના ફાઈનલ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

ઘટનાસ્થળે લાલગેટ પોલીસ અને FSL ટીમે તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર રાત્રે હાથ-પગ ધોવા માટે ગરમ પાણીનો નળ ચાલુ રહી ગયો હોવાથી ગીઝર (Gas Geyser Leak) આખી રાત ચાલુ રહ્યું હોવાની સંભાવના છે.પતિ, પત્ની અને પુત્રના મૃત્યુથી પરિવાર અને સમાજમાં શોક છવાઈ ગયો છે.સ્મીમર હોસ્પિટલ (Smear Hospital)માં પોસ્ટમોર્ટમ (Postmortem) બાદ, ત્રણેય પરિવારના સભ્યોના મૃતદેહ પરિવારને પરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તે રાત્રે ત્રણેયના એકસાથે જનાજો કાઢવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત

આ પણ વાંચો:સુરતમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડતાં કિશોરીનું મોત

આ પણ વાંચો:સુરતના સચિન ફોજીવાલા રોડ પર અકસ્માત, BRTS બસ ચાલકે અડફેટે લેતા બાઈકચાલકનું મોત