Devbhumi Dwarka News/ દ્વારકા શિવલિંગની ચોરી કરનારાઓ ઝડપાયા, 4 આરોપીની કરાઈ ધરપકડ

દ્વારકા શિવલિંગની ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીની ભત્રીજીને સપનું આવ્યું હતું કે જો શિવલિંગને ઘરે લાવવામાં આવે તો ખૂબ પ્રગતિ થશે તેથી ચોરી કરી હતી.

Top Stories Gujarat Others Breaking News

Dwarka News : દ્વારકામાં શિવલિંગની ચોરીના મામલામાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ભત્રીજીને સપનું આવ્યું હતું કે જો શિવલિંગને ઘરે લાવવામાં આવે તો ખૂબ પ્રગતિ થશે. આથી પ્રેરાઈને આરોપીએ શિવલિંગની ચોરી કરી હતી.

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવેલ કે, “ દ્વારકા જિલ્લા ના હર્ષિદ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવી ને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાઈદો થશે.” જેથી આરોપીઓ ૧. વનરાજ ૨. મનોજ ૩. મહેન્દ્ર ૪. જગત અને અન્ય ૩ મહિલાઓ મળીને આ તમામ લોકોએ કાવતરું રચી ૨ વાહનોમાં આવી અને હર્ષદ ખાતે રોકાય અને રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે લઈ ગયેલ અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગની સ્થાપના કરીને રાખેલ હતું.

Dwarka । હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ચોરીના આરોપીઓને પોલીસે ઝડપ્યા |
https://youtu.be/hXwywE-UXZk

લેટેસ્ટ સમાચાર માટે નીચેની લીંક ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A

પોલીસે જણાવ્યું કે આરોપીઓ શિવલિંગ ચોરી કરીને હિંમતનગર લઈ ગયા હતા અને ત્યાં આરોપીએ પોતાના ઘરે શિવલિંગની સ્થાપના કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં વધુ આરોપીઓની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહાશિવરાત્રી પહેલા દ્વારકામાં શિવલિંગ ગાયબ! પુરાવા મળતાં તંત્ર હરકતમાં

આ પણ વાંચો: પોરબંદર-દ્વારકા હાઈવે પર યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાતા 12 યાત્રાળુ ઘાયલ,2ના મોત

આ પણ વાંચો:માલવણમાં યુવક પર હુમલો, મહિલા સરપંચ પતિ પર આરોપ