Delhi News: કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ્’ (Vande Mataram)અંગે મહત્વપૂર્ણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમો હેઠળ હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રસંગોમાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બાદ ‘વંદે માતરમ્’ વગાડવું ફરજીયાત રહેશે.
જેમ રાષ્ટ્રગીત દરમિયાન તમામ લોકો ઊભા રહી સન્માન આપે છે, તેમ જ ‘વંદે માતરમ્’ (Vande Mataram)વગાડતી વખતે પણ ઉપસ્થિત દરેક વ્યક્તિએ ધ્યાનની મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર:
દરેક સરકારી કાર્યક્રમમાં પ્રથમ ‘જન ગણ મન’ વગાડાશે, ત્યારબાદ તરત જ ‘વંદે માતરમ્’ (Vande Mataram)વગાડવું અનિવાર્ય રહેશે, ગીતની સંપૂર્ણ છ પંક્તિઓ (શ્લોકો) વગાડવામાં આવશે, કુલ સમયગાળો અંદાજે 3 મિનિટ 10 સેકન્ડ રહેશે, સિનેમા હોલમાં ફિલ્મ પહેલા આ નિયમ લાગુ નહીં થાય આવા મુદ્દાને ઉમેરવામાં આવ્યા છે.
ક્યાં લાગુ પડશે આ નિયમ?
નવો નિયમ નીચે મુજબના કાર્યક્રમોમાં લાગુ પડશે:
તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમોમાં, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં, પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારંભોમાં, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સત્તાવાર કાર્યક્રમોમાં, ત્રિરંગો લહેરાવવાના પ્રસંગોમાં અને સત્તાવાર ભાષણ પહેલા અને પછી લાગુ કરવામાં આવશે.

1937માં શું થયું હતું?
‘વંદે માતરમ્’ (Vande Mataram)બંકિમ ચંદ્ર ચેટર્જીએ 1875માં લખ્યું હતું અને 1882માં તેમની નવલકથા ‘આનંદમઠ’માં પ્રકાશિત થયું હતું. તેમાં કુલ છ શ્લોકો છે.
1937માં કોંગ્રેસના ફૈઝપુર સત્ર દરમિયાન માત્ર પ્રથમ બે શ્લોકોને જ સત્તાવાર સ્વીકાર આપવામાં આવ્યો હતો. કેટલાક મુસ્લિમ પ્રતિનિધિઓએ પાછળના શ્લોકોમાં હિન્દુ દેવીઓના ઉલ્લેખને લઈને વાંધો ઉઠાવ્યો હતો.
હવે કેન્દ્ર સરકારે સંપૂર્ણ છ શ્લોકોને ફરી સત્તાવાર રીતે પ્રોટોકોલમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
વંદે માતરમ્ (Vande Mataram)ના 6 શ્લોકોનું મહત્વ
પ્રથમ બે શ્લોકોમાં ભારત માતાને પ્રકૃતિના રૂપમાં દર્શાવવામાં આવી છે – સુજલ, સુફળ, હરિયાળી ધરતી તરીકે.
પછીના શ્લોકોમાં દુર્ગા, લક્ષ્મી (કમલા) અને સરસ્વતી જેવી શક્તિ, સમૃદ્ધિ અને જ્ઞાનની પ્રતિક દેવીઓનો ઉલ્લેખ થાય છે.
આ શ્લોકો દેશપ્રેમ, આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે.
સરકારનો દ્રષ્ટિકોણ
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે આ નિર્ણય સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરણાદાયી ગીતને તેની મૂળ શક્તિ સાથે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે.
સરકાર માને છે કે આ પગલું રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવશે.
સંભાવિત ચર્ચા અને પ્રતિસાદ
આ નિર્ણય બાદ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ શકે છે. કેટલાક વર્ગો તેને રાષ્ટ્રીય એકતાનો પ્રતીક ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વર્ગોમાં ચર્ચા થવાની શક્યતા છે.
પરંતુ સરકાર સ્પષ્ટ કહી રહી છે કે આ નિર્ણયનો ઉદ્દેશ માત્ર રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવાનો છે.
રાષ્ટ્રીય પ્રોટોકોલમાં મોટો ફેરફાર
આ નિર્ણયથી હવે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંનેને સમાન સન્માન આપવાની નવી પરંપરા શરૂ થશે.
ભારતના રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન અને એકતાનો સંદેશ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો:ગુજરાતમાં વંદે માતરમ @150ની ઉજવણી, આજે સરકારી કચેરીઓનો સમય બદલાયો
આ પણ વાંચો:અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી
આ પણ વાંચો:આ રાજ્યમાં હવે ફોન રિસીવ કરતા હેલો નહીં પણ વંદે માતરમ બોલવું ફજિયાત! ટૂંક સમયમાં અમલીનો આદેશ અપાશે
