Ahmedabad News: અમદાવાદના રસ્તાઓ પર પૂરપાટ ઝડપને કારણે થતા અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ નથી લઈ રહી. માત્ર બે દિવસમાં બે મોટા અકસ્માતો બન્યા છે, જેમાં એકમાં પોલીસની જ પેટ્રોલિંગ ગાડીએ પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી દીધી, તો બીજી ઘટનામાં MBAના વિદ્યાર્થીએ બે હોમગાર્ડ જવાનને ઉડાવી દીધા. બંને કેસમાં નશાની આશંકા અને CCTV ફૂટેજ મળી આવ્યા છે, જે પોલીસ તપાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા અકસ્માત સર્જાયો
શનિવારે 15 નવેમ્બરે મોડી રાત્રે ગોતા વંદે માતરમ રોડ પર સાયોના તિલક પાસે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક કારચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો. કાર પાર્ક થયાને માત્ર એક મિનિટ જ થઈ હતી કે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ તેને જોરદાર ટક્કર મારી.ટક્કરની તીવ્રતા એટલી હતી કે પાર્ક કરેલી કાર 10 ફૂટ સુધી દૂર ફંગોળાઈ ગઈ. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

PCR વાને અન્ય 3 ગાડીઓને મારી હતી ટક્કર
અકસ્માત (Accident) થતાંની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા અને તુરંત પોલીસને જાણ કરી. સ્થાનિકોએ 112 ગાડીની તપાસ કરતાં તેમાંથી તૂટેલી હાલતમાં સીરપની બોટલ મળી આવી. લોકોનું કહેવું છે કે ગાડી ચલાવનાર પોલીસકર્મી નશાની હાલતમાં હતો.બનાવની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. અકસ્માત કરનાર પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. સીરપની બોટલ અંગે સોલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે, જે આ મામલે વધુ તપાસ કરશે.
આનાથી માત્ર એક દિવસ પહેલાં, શુક્રવારે 14 નવેમ્બર મોડી રાત્રે SG હાઈવે પર રાજપથ રંગોલી રોડ પાસે બીજો ગંભીર અકસ્માત થયો. બાઇક પર ડ્યૂટી પરથી પરત ફરી રહેલા બે હોમગાર્ડ જવાનને પૂર ઝડપે આવતી બ્રેઝા કારે ટક્કર મારી.ટક્કરથી બંને જવાન બાઇક સાથે રોડ પર પટકાયા. એક જવાનને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે બીજાની હાલત સ્થિર છે. આરોપી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેણે આગળ જતાં વધુ ત્રણ લોકોને અડફેટે લીધા હતા.
સરખેજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરી. આરોપીનું નામ મીત જાની છે. તે MBAનો વિદ્યાર્થી છે અને અકસ્માતના સમયે દારૂ પીધેલી હાલતમાં મિત્રો સાથે જમવા અને ફરવા નીકળ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદના એસજી હાઇવે પર એક કાર ચાલકે બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને મારી ટક્કર
આ પણ વાંચો:અમદાવાદમા 2 ટોળાઓ વચ્ચે જૂથ અથડામણ, થયો પથ્થરમારો
આ પણ વાંચો:અમદાવાદમાં 5G ટાવરના બેઝ બેન્ડ યુનિટની ચોરી, જમ્મુના રીક્ષાચાલક સહિત બે ઝડપાયા

