Surat News/ મે જલદી વાપસ આઉંગા… સુરતમાં ક્રિકેટર બનવાનું સપનું લઈ બે સગીર ઘરેથી ભાગ્યા

સુરતના હજીરા રોડ પર આવેલા મોરા ટેકરા ગામમાં રહેતા રાજસ્થાની વેપારીનો 16 વર્ષનો સગીર 7 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે અચાનક ઘરેથી નીકળી ગયો હતો.

Top Stories Gujarat Breaking News

Surat News:સુરતના મોરા ગામના બે સગીરો ક્રિકેટર બનવાનું સપનું જોઈ ઘરેથી નીકળી ગયા હતા. આ બંને સગીરો સુરતથી મુંબઈ-બોરીવલી અને પછી રાજસ્થાનના ભીલવાડા જતી ટ્રેનમાં ચઢ્યા હતા. ઘરેથી જતા પહેલા, સગીરે તેના પરિવારને હિન્દીમાં એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું બાય મમ્મી પાપા મે જા રહા હું આપણે સપને પૂરે કારણે મેરી ચિંતા મત કરના. મે જલદી વાપસ આઉંગા, મુજે ઢુંઢનેકી કોશિસ મત કરના, આપ જીતના મુજે  ઢુંઢનેકી કોશિશ કરેંગે મે ઉતનાહી દેરસે ઘર વાપસ આઉંગા. મે આપસે બહુત પ્યાર કરતા હું, ઈસે મેરા બચપના મત સમજના…

સુરતના (Surat) હજીરા રોડ પર આવેલા મોરા ટેકરા ગામમાં રહેતા અને ઘરની નજીક કરિયાણાની દુકાન ચલાવતા રાજસ્થાની વેપારીનો 16 વર્ષનો સગીર 7 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે અચાનક ઘરેથી નીકળી ગયો, ઘરે કહ્યું કે તે વાળ કાપવા જઈ રહ્યો છે. જ્યારે તે મોડી સાંજ સુધી પાછો ન ફર્યો, ત્યારે તેની માતાએ વેપારીને જાણ કરી, અને તેઓ ઘરે  આવ્યા. જ્યારે તેઓ સલૂનમાં તપાસ કરવા ગયા, ત્યારે તેમને ખબર પડી કે વિકાસ વાળ કપાવીને  ઘરે ગયો છે.

આ સાંભળીને  માતાપિતાએ નજીકના CCTV ફૂટેજ તપાસ્યા ત્યાં તેમને મોરા કોમ્યુનિટી હોલના કેમેરામાં તેમના પુત્રને બેગ અને ક્રિકેટ બેટ લઈને જતો જોયો.તેથી ઉદ્યોગપતિએ તરત જ તેના શાળાના મિત્રોનો સંપર્ક કર્યો અને જાણ્યું કે વિકાસ અને તેની સાથે ભણતો  15 વર્ષનો સગીર બંને ક્રિકેટ રમવાના શોખીન હતા અને ઘણીવાર ક્રિકેટર બનવાની વાત કરતા હતા.

આ વાત સાંભળી તેના મિત્રો પાસેથી નીરવનું ઘરનું સરનામું મેળવ્યા પછી, તેના માતાપિતા તેના ઘરે પહોંચ્યા અને જાણ્યું કે નીરવ પણ સાંજે 4 વાગ્યાથી ગુમ છે. તેઓએ તેને શોધ્યો તે ઉધના રેલ્વે સ્ટેશન (Railway station) અને બસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં, આશા હતી કે તે પાછો આવશે. જ્યારે તે બીજા દિવસે પણ પાછો ન ફર્યો, ત્યારે તેઓએ ઇચ્છાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સુરત રેલ્વે સ્ટેશન પર આશરે 93 કેમેરા તપાસ્યા, અને મુંબઈ જતી ટ્રેનમાં ચઢતા તેને ટ્રેક કરવાનું શરૂ કર્યું.

બંને મિત્રો બોરીવલી સ્ટેશન પર ઉતરીને જયપુર-રાજસ્થાન ટ્રેનમાં ચઢતાની સાથે જ, બીજી પોલીસ ટીમ જયપુર જવા રવાના થઈ ગઈ. જોકે, વિકાસ રાજસ્થાનનો હોવાથી, પોલીસે તેના પિતાની મદદથી, તેના વતનમાં તેના સંબંધીઓને જાણ કરી અને નજીકના ભીલવાડામાં તેના મામાના  ઘરની આસપાસ તેમને શોધી કાઢ્યા ત્યારબાદ બંનેને તેમના  પરિવારને સોંપી દેવાયા. શરૂઆતની પૂછપરછ દરમિયાન, બંનેએ કબૂલાત કરી કે તેઓ કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા કારણ કે તેઓ ક્રિકેટર બનવા માંગતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં AK-47 જેવી બંદૂકો લહેરાવતા યુવાનો, ભયનું વાતાવરણ સર્જ્યુ….

આ પણ વાંચો:પોલિએસ્ટર યાર્ન પરથી QCO હટાવાથી, સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે મોટો ફાયદો

આ પણ વાંચો:સુરતની ‘VIP દારૂ મહેફિલ’નો મામલો,ઉદ્યોગપતિના પુત્ર અને એક મહિલાએ પણ દારૂ પીધો હોવાનો ખુલાસો