Surat News/ પોલિએસ્ટર યાર્ન પરથી QCO હટાવાથી, સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે મોટો ફાયદો

સરકારે પોલિએસ્ટર યાર્ન પર QCO (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) દૂર કરતાં સૌથી મોટો ફાયદો સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે.

Top Stories Gujarat
happiness in Surat's textile industry

Surat News: ભારત સરકાર દ્વારા પોલિએસ્ટર યાર્ન પર ક્યુસીઓ (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. QCOના અમલથી ક્વોલિટી યાર્ન આયાત થઈ શકતું ન હતું, બીજી તરફ સ્થાનિક લેવલ પર યાર્નના ભાવ સતત વધતા હતા. આ બાબતે ચમ્બરે કેન્દ્રને 60 વખત રજૂઆત કરી ત્યારે પોલિએસ્ટર યાર્ન પર QCO દૂર કરાયું,

સરકારે 2023માં MMF (મેનમેડ ફાઈબર)ના કિ-રોમટિરિયલ્સ PTA-MEG પર QCOનો અમલ લાદ્યો હતો. ત્યાર બાદ ઓક્ટોબર 2023થી પોલિએસ્ટર યાર્નની પ્રોડક્ટ FDY, POY, IDY પર પણ QCOનો અમલ કર્યો હતો, જેથી BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)સર્ટિફિકેટ હોય તે જ આ મટિરિયલ્સ વેચી શકે એવો ઓર્ડર હતો.

જેથી ભારતમાં MMFના કિ-રોમટિરિયલ્સની આયાત બંધ થઈ ગઈ હતી અને ઘણા સ્પેશિયાલિટી યાર્નની અછત શરૂ થઈ હતી. ખાસ કરીને સ્પેશિયલ લાઈફ સ્ટાઈલ ફેબ્રિક્સનું ઉત્પાદન તળિયે જતુ રહ્યું હતું.

2 વર્ષ બાદ સરકારે QCO હટાવી દેવાનો નિર્ણય કર્યો છે
સ્થાનિક લેવલ પર યાર્નના ભાવ સતત વધવાના કારણે ચમ્બરે કેન્દ્રને 60 વખત રજૂઆત કરી હતા જેથી સરકારે 2 વર્ષ બાદ QCO હટાવી દેવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે યાર્ન 10થી 35 ટકા સસ્તું થશે. બીજી તરફ આને કારણે વીવિંગ ઈન્ડસ્ટ્રીમાં આગામી 5 વર્ષમાં 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પણ થશે.

સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે મોટો ફાયદો
સુરતમાં રોજનું 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. જે 5 વર્ષ પછી 12 કરોડ મીટર પર પહોંચશે. સુરતમાં દર મહિને હાલ 1.20 લાખ ટન પોલિએસ્ટર યાર્નનો ઉપયોગ થાય છે. પોલિએસ્ટર યાર્ન પરથી QCO હટાવાથી, સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો:અમદાવાદમાં વૃદ્ધ ટ્રાવેલ એજન્ટને બે યુવાનોએ ધક્કો મારતાં થયું મોત