Gandhinagar News/ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ફાર્મા સેક્ટરના 370 M.O.U., 20141 લોકોને મળી રોજગારી

ગુજરાતમાં આવેલ મે. મેરીલ ગ્રુપ કંપની દ્વારા મેડિકલ ડિવાઇસના ઉત્પાદનમાં કુલ રૂ. 910 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી, મે. સ્વાતિ સ્પેન્ટોસ પ્રા.લિ., વાપી દ્વારા કુલ. રૂ. 500 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી આપવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વર્ષ 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ (Vibrant Gujarat GLobal Summit)નું વર્ષ 2024 માં 10 ચરણ પૂર્ણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ 10માં ચરણમાં પણ દેશ- વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઇચ્છા દર્શાવી અને શરૂઆત પણ કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતા પણ મોટી સંખ્યામાં M.O.U. આ સમીટમાં કરવામાં આવ્યા હતા.

વર્ષ-2024 ની વાયબ્રન્ટ સમીટમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના કુલ અંદાજે રૂપિયા 30 હજાર કરોડની કિંમતના કુલ 376 M.O.U થયા હતા. જે પૈકી અત્યારસુધીમાં 175 M.O.U ધરા તલ પર સફળ થઇને કમીશન થયા અને અન્ય 153 M.O.U. પણ પૂર્ણતાના આરે છે. આ M.O.U થી ગુજરાતના ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં કુલ મૂડીરોકાણ અંદાજીત રૂપિયા 11,114.13 કરોડ મળ્યું છે . જેના પરિણામે ગુજરાતમાં 20,141 લોકોનો રોજગારી પણ પ્રાપ્ત થઇ છે.

વર્ષ 2024માં કમીશન થયેલ M.O.U પ્રોજેક્ટસમાં વિદેશી કંપનીઓ મે..સેનાડોર લેબોરેટરીઝ પ્રા.લિ, સ્પેન દ્વારા કુલ રૂ. 2500 કરોડનું મૂડી રોકાણ કરી વિશ્વમાં સૌથી વધુ કોન્ટ્રાસેપ્ટીવ દવાઓનું ઉત્પાદન કરવામાં આવેલ છે અને જેના થકી 500 લોકોને રોજગારી મળી છે.

અમેરીકાની મે. એમનીલ ફાર્માસ્યુટીકલ પ્રા.લિ. દ્વારા કુલ રૂ. 700 કરોડનું મૂડી રોકાણ કરી ઇંજેકટેબલ દવાઓનું ઉત્પાદન કરવામાં આવેલ છે જેના થકી પણ 500 લોકોને રોજગારી મળી છે. મે. સીસમેક્સ ઇંડિયા પ્રા.લિ. દ્વારા જાપાન દ્વારા મેડિકલ ડિવાઇસ ઉત્પાદન ક્ષેત્રે કુલ રૂ. 210 કરોડનું રોકાણ કરીને 70 જેટલા લોકોને રોજગારી આપવામાં આવી.

ગુજરાતમાં આવેલ મે. મેરીલ ગ્રુપ કંપની દ્વારા મેડિકલ ડિવાઇસના ઉત્પાદનમાં કુલ રૂ. 910 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી, મે. સ્વાતિ સ્પેન્ટોસ પ્રા.લિ., વાપી દ્વારા કુલ. રૂ. 500 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, હાલ દેશના ફાર્માસ્યુટિકલ કુલ ઉત્પાદનના 33 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આજે વિશ્વના 200 જેટલા દેશમાં દવાઓની નિકાસ કરવામાં આવે છે.
ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં ગુજરાત આશરે 28 ટકા જેટલો હિસ્સા સાથે અગ્ર ક્રમાંકે છે. હાલ ગુજરાતમાં 5850 જેટલા લાઇસન્સ્ડ ઉત્પાદકો છે જેમાં એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ ડિવાઇસ તેમજ કોસ્મેટિકનું ઉત્પાદન થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ દેશના સૌથી વિશાળ શો ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ ’નું કર્યું ઉદઘાટન

આ પણ વાંચો:વાયબ્રન્ટ ગુજરાતના 20  વર્ષ પૂર્ણ, જામનગર કોર્પોરેશને કર્યું રન ફોર ફનનું આયોજન

આ પણ વાંચો:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે છઠ્ઠા તબક્કામાં ૩૯ MOU સાથે કુલ ૧૩૫ MOU થયા