ગુજરાત/ પંચમહાલમાં જમીન કૌભાંડના રેકેટનો પર્દાફાશ, સરકારી અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

પંચમહાલ જાંબુઘોડાના તત્કાલીન T.D.Oના સત્તા બહારના બિનખેતીના હુકમના આધારે ૩૬ હકક પત્રકની નોંધો….

Top Stories Gujarat Others Breaking News

@મોહસીન દાલ

Panchmahal News: પંચમહાલ જાંબુઘોડાના તત્કાલીન T.D.Oના સત્તા બહારના બિનખેતીના હુકમના આધારે ૩૬ હકક પત્રકની નોંધો વાળી જમીન પ્રકરણમાં તાલુકા પંચાયત કચેરીના તત્કાલીન સમયના ૭ કર્મીઓ તથા મામલતદાર સામે જાંબુઘોડા પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવતા જ હડકંપ મચ્યો છે.

જાંબુઘોડા પોલીસ મથકમાં મામલતદાર અને  સરકારી કર્મીઓ સામે એક સાથે ગુન્હો દાખલ કરવામાં આવતા જ કચેરીઓમાં સન્નાટો છવાયો હતો. જાંબુઘોડા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના તાત્કાલીન સમયના સત્તાધીશો એ સત્તા બહારના બિન ખેતીના હુકમના આધારે સરકારના પ્રીમિયમના નાણાં ભરપાઈ ના કરવા પડે એ માટે ૭ જેટલા કર્મીઓ દ્વારા ષડયંત્ર રચ્યું હતુ.

આ ષડયંત્રના આધારે જાંબુઘોડા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં ૩૬ હકક પત્રકની નોંધોમાં  બિનખેતીની નોંધ દાખલ કરીને પ્રમાણિત થઈ ગઈ હતી. જ્યારે જાંબુઘોડા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાંથી બહાર આવેલા બહુચર્ચિત પ્રકરણ બહાર આવતા જ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવેલ અને આ પ્રકરણની તપાસોમાં જાંબુઘોડા તાલુકા પંચાયતના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીનો બિનખેતીનો હુકમ સરકારના નિયમો વિરુદ્ધ જઈને સત્તા બહારનો હોવાનું જણાઈ આવતા ચોકાવનારું પ્રકરણ બહાર આવ્યું હતું.

આ ઘટના સામે આવતા જ પંચમહાલ કલેકટર કચેરીના ઈન્ચાર્જ ચિટનીશ ટુ કલેકટર  સોયેબ ઈસ્માઈલભાઈ લોઢાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના તત્કાલીન સમયના ૭ રાજ્ય સેવકો સામે ગુન્હો દાખલ કરવા માટે લેખિતમાં આપતા જાંબુઘોડા પોલીસે આરોપી એવા આ ૭ સરકારી બાબુઓ સામે ઈ.પી.કો કલમ ૪૦૯, ૪૯૫, ૪૭૧ અને ૧૨૦ બી મુજબ ગુનો દાખલ કરાયો છે.

આરોપી બની ગયેલા સરકારી કર્મીઓ..

(૧) જગદિશભાઈ ડી પાદરીયા તત્કાલીન સર્કલ ઓફીસર જાંબુઘોડા અને ઈ.ચા.નાયબ મામલતદાર ઈ ધરા શાખા મામલતદાર કચેરી જાંબુઘોડા, ગામ. જાંબુઘોડા, તા. જાંબુઘોડા, જી. પંચમહાલ, હાલ ફરજ મોકુફી હેઠળ મુખ્ય મથક મામલતદા૨ કચેરી મોરવા હડફ.

(૨) એ.એલ.બામણીયા તત્કાલીન ઈ.ચા.તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા,હાલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા,

(૩) એસ.ઓ.પારેખ તત્કાલીન સિનિયર ક્લાર્ક અને ઈ.ચા.તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા,

(૪) આર.એમ. સોલંકી તત્કાલીન મહેસુલ કલાર્ક તાલુકા પંચાયત જાંબુઘોડા હાલ નાયબ ચીટનીશ દબાણ શાખા જિ. પંચમહાલ ગોધરા.

(૫) એસ.એમ.દેસાઈ.

તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા,હાલ નિવૃત્ત

(૬) કે.વી.પરમાર. તત્કાલીન મહેસુલ ક્લાર્ક તાલુકા પંચાયત જાંબુઘોડા, હાલ નિવૃત્ત.

(૭) કે.પી.દવે. તત્કાલીન મામલતદારશ્રી જાંબુઘોડા, હાલ.ફરજ મોકુફ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું