Dwarka News: દ્વારકા વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો 30 પેકેટ આશરે 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આમ બે મહિનાની અંદર બીજી વખત બિનવારસુ ડ્રગ્સ આજ વરવાળા ગામેથી ઝડપાયું છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિ દ્વારા આ બાબતે દરિયા કિનારા પર સઘન તપાસ વગેરે એજન્સી ને સાથે રાખી હાથ ધરવામાં આવી છે. આમ દ્વારકા જિલ્લા એસઓજીને મોટી સફળતા મલી છે.
આ બતાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયા વગર કોઈ અઠવાડિયું ખાલી જતું નથી. આમ ગુજરાત જાણે ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન હબ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતનો દરિયાકાંઠો, ગુજરાતનું રણ, ગુજરાતના મેટ્રો શહેરો, ગુજરાતના નાના શહેરો અને ગામોમાંથી પણ ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. આ બતાવે છે કે દેશમાં ડ્રગ્સની ખપત કેટલી વધી રહી છે અને નશાખોરીનો વ્યાપ કેટલો વધ્યો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ, પુત્રના મોતના આઘાતમાં પિતાનું પણ નિધન
આ પણ વાંચો: સુરેન્દ્રનગર કોલસાની ખાણ દુર્ઘટનામાં વધુ એક મજૂરનું સારવાર દરમિયાન મોત
આ પણ વાંચો: અમદાવાદમાં બોપલની રહેણાક સોસાયટીમાં AMTSની બસ ઘૂસી ગઈ