Surendranagar News: સુરેન્દ્રનગર કોલસાની ખાણમાં દુર્ઘટનામાં વધુ એક ઇજાગ્રસ્ત મજૂરનું સારવાર દરમિયાન મોત થયું છે. બે દિવસ પહેલા પણ એક મજૂરનું મોત થયું હતું. અન્ય બે મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. હજી પણ એક મજૂર ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. થાનગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર થાનમાં ખાણ દુર્ઘટનાના (Mine Accident) કેસમાં બે ખનીજ માફિયાઓ સામે ગુનો નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનમાં ચાંદરેલીયા સામે ગેરકાયદેસર ખાણ ચાલતી હતી. બે ખનીજ માફિયાઓ સામે ગુનો નોંધાયો છે. બંને સામે માનવવધનો ગુનો નોંધાયો છે. ગોપાલ રબારી અને રામા ભરવાડ સામે ગુનો નોંધાયો છે.
સુરેન્દ્રનગરના બંને ખનીજ માફિયાઓ (Mine Mafia) સામે માનવ વધનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલ ખાણ દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત નીપજ્યા છે. એક મૃતદેહ સગેવગે કરી નાખવામાં આવ્યો હતો. પોલીસના હાથમાં 16 વર્ષના શ્રમિકનો મૃતદેહ લાગતા આખુ કૌભાંડ બહાર આવ્યું હતું. આના પગલે તે વાત બહાર આવી હતી કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ કેટલા બેફામ છે. આમ તેઓ શ્રમિકોના મોતના સોદાગર બન્યા હતા.
સુરેન્દ્રનગરમાં ખાણ દુર્ઘટનામાં બેના મોત પછી પોલીસે સમગ્ર સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ સામે કાર્યવાહી કરતાં ખાણ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની કાર્યવાહીના પગલે ખાણ માફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેટલાય લોકોએ તો તેમનો કારોબાર હાલ પૂરતો થંભાવી દીધો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: નવસારીમાં પોલીસ મથકમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો: સુરતમાં કારચાલકને ઝોકું આવતા સાતને ઉડાવ્યા, ત્રણના મોત અને એક ગંભીર
આ પણ વાંચો: આ જીલ્લાઓમાં વરસાદ પડવાની IMDની આગાહી