Ahmedabad News: અમદાવાદમાં AMTS ફરી પાછી બેફામ થઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં AMTS ની બસ રહેણાક સોસાયટીની ઘૂસી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પણ તેના પછી કોન્ટ્રાક્ટરો બાદ હવે AMTSના સ્ટાફની ઉદ્ધતાઈ સામે આવી છે.
મુસાફરોએ AMTS ફરિયાદ નંબર પર કોલ કરતાં તેમને ઊંધા જવાબ મળ્યા હતા. AMTSમાં સફર કરતાં મુસાફરોએ જણાવ્યું હતું કે તેમણે હેલ્પલાઇનમાં ફરિયાદ કરી તો તેઓએ તેમના ડ્રાઇવરનું મોઢું જોઈને બસમાં બેસવા જણાવાયું હતું, જેથી ખબર પડે કે ડ્રાઇવર પીધેલો છે કે નહી. હદ તો ત્યારે થઈ કે બસ કંડક્ટરે પોતે AMTSનો ડ્રાઇવર નશામાં ધૂત હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે ડ્રાઇવરે ડબલ શિફ્ટ કરી હતી અને સાંજે તેણે દારૂ પીધો હતો. કોલ ઓપરેટરો દાદાગીરૂપૂર્વક વાત કરીને મુસાફરને માપમાં રહેવા જણાવ્યું હતું. આમ બ્રેથ એનેલાઇઝરથી સ્ટાફનું ચેકિંગ કરાતું હોવાના AMTSના દાવાની પોલ ખુલી ગઈ છે. હવે શું હેલ્પલાઇન પર મુસાફરો સાથે અયોગ્ય વર્તન કરનારા કર્મચારી સામે પગલાં લેવાશે. અકસ્માતો વધતાં કડક પગલાંની મોટી-મોટી વાતો કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: નવસારીમાં પોલીસ મથકમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો: સુરતમાં કારચાલકને ઝોકું આવતા સાતને ઉડાવ્યા, ત્રણના મોત અને એક ગંભીર
આ પણ વાંચો: આ જીલ્લાઓમાં વરસાદ પડવાની IMDની આગાહી
