ગાંધીનગર નજીકથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સરખેજ હાઇવે ઉપર અડાલજથી ગાંધીનગર આવતા રસ્તાની ડાબી બાજુએ અંદરની બાજુએ અવાવરૂ જગ્યામાં સવારે એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને સરગાસણ 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા કાળજી પૂર્વક જીવિત હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તરત જ તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાઈ હતી.
બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેની હાલ સારવાર કરવામાં આવી રહી છે. આ બાળક તાજું જન્મેલું હોવાથી ERCP બાળકના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને ફોન કરવામાં આવ્યો હતો. તેઓએ ફોન પર તમામ માર્ગદર્શન આપ્યા હતા.
જણાવી દઈએ કે, આ બાળકને એનઆઈસીયુ વિભાગમાં ટ્રાન્સફર કરી દેવાયું હતું.. ખેતરની ખુલ્લી જગ્યામાંથી મળી આવેલું આ બાળક માત્ર એક કિલોનું જ હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. નિયતિ લાખાણીએ જણાવ્યું હતું. પોતાના ઉદરમાંથી અવતરેલા નવજાત બાળકને ત્યજી દેવાનું હીન કૃત્ય કરનારી માતા પ્રત્યે સમગ્ર વિસ્તારનાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ ગાંધીનગરના સેક્ટર – 7 ખાતે એસટી બસ સ્ટેન્ડની સામેની બાજુએ જ જાહેરમાં નવજાત બાળક મળી આવ્યું હોવાની ઘટના ગાંધીનગરાઓનાં સ્મૃતિપટ ઉપર તાજી થાય એવો જ એક બનાવ આજે રવિવારે સવારે ગાંધીનગર નજીકના સરગાસણ પાસે બનવા પામ્યો છે.
આ પણ વાંચો:પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળો પર આતંકી હુમલો, ASI શહીદ
આ પણ વાંચો:ઈન્ડિગો બાદ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન
આ પણ વાંચો:કોરોના રસીકરણ મામલે ભારતે રચ્યો નવો ઈતિહાસ, રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર
આ પણ વાંચો:વેકેશનમાં શું કરતાં હતાં? ભર ચોમાસે શાળાના ઓરડા ઉતારવાની કામગીરી શરુ:ભારતનું ભાવી ભણે બહાર

