બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં પરિવાર સાથે લંડનમાં વેકેશન માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ એક્ટ્રેસ પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમુર અને જેહ સાથેની ઘણી તસવીરો સતત પોસ્ટ કરતી રહે છે. આ બધાની વચ્ચે કરીનાની એક એવી તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તેના ફેન્સ મુંઝવણમાં છે. આ ફોટોમાં કરીનાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે અને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે.
કરીના કપૂરના આ વેકેશનમાં બહેન કરિશ્મા કપૂર અને બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ તેની સાથે છે. આ દરમિયાન તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સૈફ અને એક છોકરા સાથે જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે કરીના બ્લેક ટેન્ક ટોપ પહેરેલી ફોટોમાં પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. તેનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો છે. એટલા માટે ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું કરીના ફરીથી પ્રેગ્નન્ટ છે. એકે પૂછ્યું કે કરીના કપૂર ફરી પ્રેગ્નન્ટ છે? તે જ સમયે, કોઈ પહેલેથી જ ખુશ છે કે તે ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે.
Kareena and Saif spotted in London with friends pic.twitter.com/HBhGOQvKtm
— Kareena Kapoor Khan FC (@KareenaK_FC) July 15, 2022
https://www.instagram.com/p/CfwYmdnoSdQ/?utm_source=ig_embed&ig_rid=3604e499-36e0-462f-9cef-31914bbbf73b
કરીના કપૂર એ પોસ્ટ કરેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોટાભાગની તસવીરોમાં કરીના કોઈની પાછળ ઉભેલી જોવા મળે છે. કેટલાકમાં તેણે ઢીલા કપડા પહેર્યા છે તો કેટલાકમાં તેણે પેટની સામે હાથ રાખ્યો છે. આથી નેટીઝન્સની શંકાઓ વિશ્વાસમાં ફેરવાઈ રહી છે.
આ પણ વાંચો:પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળો પર આતંકી હુમલો, ASI શહીદ
આ પણ વાંચો:ઈન્ડિગો બાદ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન
આ પણ વાંચો:દ્રોપદી મૂર્મુ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે : વિપક્ષના આદીવાસી ધારાસભ્યો પાસે સમર્થનની અપીલ
