શતરંજ/ દ્રોપદી મૂર્મુ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે : વિપક્ષના આદીવાસી ધારાસભ્યો પાસે સમર્થનની અપીલ

એનડીએના ઉમેદવાર તરીકે તેમની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરશે એવું જાણવા મળ્યું છે.

Top Stories Gujarat Others
દ્રૌપદી મુર્મુ

@વિશાલ મહેતા (અમદાવાદ)  : રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કકરી રહ્યા છે. એનડીએના ઉમેદવાર તરીકે તેમની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરશે એવું જાણવા મળ્યું છે.

વધુ વિગત અનુસાર દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં વિપક્ષના આદીવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ પણ કરશે. વિધાનસભા સચિવાલય ખાતે આ માટે વિશેષ મતદાન મથકની વ્યવસ્થા ચોથા માળે કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોની બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે શનિવારે મળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી. જેમાં આજે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ ગાંધીનગરમાં વિધાનસભાના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. જેમા તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતાને એકડો ઘૂંટવાની પ્રેકટીસ કરી હતી. તમામને ગાંધીનગર પાસેના ખાનગી રીસોર્ટમા ધારાસભ્યોને એકડો ઘૂંટવાની પ્રેકટીસ કરાવાશે.

અત્રે નોંધવું જરૂરી છે કે દ્રોપદી મુર્મુ ગત તા. 15 ના રોજ આવવાના હતા આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ ભારે વરસાદના પરિણામે આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મૂકવામાં આવ્યો હતો અને આજનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 18 મી જૂલાઈના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેઓ મહિલા આદિવાસી ઉમેદવાર હોવાથી દ્રૌપદી મૂર્મુ ગુજરાતમાં વિપક્ષના આદીવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ કરશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગાંધીનગર ના સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ધારાસભ્યો કેવી રીતે મતદાન કરશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  અત્રે નોંધવું જરૂરી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે રાજ્યસભા સચિવાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં, જેમાંથી 28 માન્ય રાખ્યા છે.. ઉલ્લેખનીયછે કે, આગામી 18મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થશે અને 21મીએ મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો : કોરોના રસીકરણ મામલે ભારતે રચ્યો નવો ઈતિહાસ, રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર