Not Set/ આતંરીક્ષમાં પણ હવે દુશ્મનોની ખેર નથી, DRSAને હથિયાર નિર્માણની અપાય મંજૂરી

કેન્દ્રની મોદી સરકારે આંતરીક્ષમાં દુશ્મનોના દાંત ખાટા કરવાનાં હેતુથી અને આવનારા ભવિષ્યમાં આંતરીક્ષ ક્ષેત્રે દુશ્મનોને જવાબ આપવા તૈયારીઓ કરી લીધી છે. અવકાશમાં યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની સુરક્ષા મંત્રીમંડળ સમિતિએ – CCS દ્રારા નવી એજન્સી સ્થાપવાની મંજૂરી આપવામા આવી છે.  આ એજન્સીને આંતરીક્ષ સંરક્ષણ અને સંશોધન એજન્સી  DRSA નામ આપવામાં […]

Top Stories India

કેન્દ્રની મોદી સરકારે આંતરીક્ષમાં દુશ્મનોના દાંત ખાટા કરવાનાં હેતુથી અને આવનારા ભવિષ્યમાં આંતરીક્ષ ક્ષેત્રે દુશ્મનોને જવાબ આપવા તૈયારીઓ કરી લીધી છે. અવકાશમાં યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની સુરક્ષા મંત્રીમંડળ સમિતિએ – CCS દ્રારા નવી એજન્સી સ્થાપવાની મંજૂરી આપવામા આવી છે.  આ એજન્સીને આંતરીક્ષ સંરક્ષણ અને સંશોધન એજન્સી  DRSA નામ આપવામાં આવ્યું છે.

DRSA દ્રારા આંતરીક્ષ માટે સંવેદનશીલ હથિયાર પ્રણાલીઓ અને તકનીકી વિકાસનાં ક્ષેત્રમાં કામ કરવામા આવશે.DRSAની ડિઝાઇન સંયુક્ત સેક્રેટરી લેવલનાં વૈજ્ઞાનિકોની દેખરેખમાં તૈયાર કરવામાં આવી છે. અને એજન્સી બેંગલુરુથી પોતાનું કાર્ય કરશે. વૈજ્ઞાનિકોની એક ટીમ એજન્સીને સપોર્ટ કરશે અને વિકાસનાં કામો આગળ વધારવામાં મદદ કરશે. DRSA સેેનાની ત્રણેય પાંખ સાથે સાથે કામ કરશે. તે સાથે સાથે ડિફેન્સ સ્પેસ એજન્સી –  DSAનાં સંશોધન અને વિકાસમાં પણ મદદ કરશે.

આઇસો ફોટો-એચટી

આંતરીક્ષમાં ભારતનું શક્તિ પરીક્ષણ 
ગત માર્ચમાં ભારતે તેની પ્રથમ એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ (એ-સેટ)નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું હતું. અને પરીક્ષણમાં દુશ્મન દેશનો જાસૂસી ઉપગ્રહ ધ્વસ્ત કરી નાખ્યો હતો. આ સાથે ભારત વિશ્વનાં ચાર દેશોમાં જોડાયું ગયું હતું જેમણે આંતરીક્ષમાં હુમલો કરવાની આ સિધ્ધી હાંસલ છે.

DRSAની રચાના

DRSAની રચના, એર માર્શલ રેંકના અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવી છે, ડિફેન્સ સ્પેસ એજન્સી બેંગલુરુમાં બનાવવામાં આવી રહી છે. આ એજન્સી આવતા વર્ષોમાં ત્રણેય દળોની હુમલા સંબંધિત ક્ષમતાઓને બદલી દેશે. અવકાશ અને સાયબર હુમલાઓનો સામનો કરવા માટે મોદી સરકારે આ એજન્સીને આકાર આપ્યો છે અને તાજેતરના વર્ષોમાં ખાસ તૈયારીઓ કરી છે. દેશના અંદરના અને બહારના દુશ્મનો સામે લડવા માટે આમા સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.