PGVCL/ PGVCLના કોન્ટ્રાકટરની હડતાલને લઈને કિસાન કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા

PGVCL કોન્ટ્રાકટરની હડતાળને લઈને કિસાન કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ પીજીવીસીએલ પર આકરા પ્રહાર કર્યા છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: PGVCL કોન્ટ્રાકટરની હડતાળને લઈને કિસાન કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ પીજીવીસીએલ પર આકરા પ્રહાર કર્યા છે. પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં ખેડૂતો હેરાન પરેશાન છે. ખેડૂતોને વાવેતરની સીઝન છે ત્યારે જ હડતાળથી ખેડૂતો મૂંઝવણમાં છે.
વાવેતર સમયે ટ્રાન્સફોર્મર ખરાબ થતાં ખેડૂતોનું વાવેતર અટક્યુ છે.  પીજીવીસીએલ સમાધાન કરે અથવા ખેડૂતોના બળી ગયેલા ટ્રાન્સફોર્મ 24 કલાકમાં બદલી આપી. હડતાળના લીધે ખેડૂતોના ટ્રાન્સફર પીજીવીસીએલ દલી આપતું નથી. તેમનું કહેવું છે કે કોન્ટ્રાકટરોની માંગ સાચી છે. PGVCL એ તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. PGVCL એક પોલના 800 રૂપિયા મજૂરી આપે છે. જ્યારે3 DGVCL, MGVCL, UGVCL પોલના 1200 રૂપિયા ભાવ આપે છે તો PGVCL 800 જ કેમ આપે ?

PGVCL માં જ અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકલ કમ્પનીને વધારે ભાવ આપવામાં આવે છે. અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકલ કમ્પનીને પોલ ઉભો કરવાના 2200 થી 3000 આપવામાં આવે છે. PGVCL દ્વારા આવો ભેદભાવ શા માટે ? અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકલ કમ્પની PGVCLની દત્તક દીકરા છે ? એક કોન્ટ્રાકટરને માત્ર 800 જ્યારે ઉપરોક્ત બન્ને કંપનીઓને 2200 થી 3000 આવું શા માટે ? એક જ કંપનીમાં એક જ કામના ભાવ અલગ અલગ શા માટે ? PGVCL એ તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં 254 કરોડથી વધુની વીજચોરી પકડાઈ, PGVCL હવે ડ્રોનથી પાવર ચોરી પકડશે

આ પણ વાંચો: અમરેલીમાં PGVCLના કર્મચારીને શોક લાગતા મોત

આ પણ વાંચો: PGVCL દ્વારા અસરગ્રત જિલ્લામાં યુદ્વના ધોરણે કામગીરી, વીજ પુરવઠામાં અવરોધને લઇ MD પ્રિતિ શર્મા દ્વારા લેવાયા તાકીદે પગલાં