Gujarat News/ ઓપરેશન સિંદુર બાદ મોટુ પગલું : પ્રવાસીઓ માટે ગુજરાતની આ બોર્ડર કરાઈ બંધ

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે

Gujarat Top Stories

Gujarat News : ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ ગુજરાતમાં પણ સાવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓની સરહદો પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.  ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર નહિ જઈ શકે.

પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે. નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર સુરક્ષામાં વધારો કરાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓના જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી હવે પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. નડાબેટ ટુરીઝમ પોઇન્ટ પ્રવાસીઓ વિના સુમસામ જોવા મળી રહ્યો છે. આજે સાંજે નડાબેટ BSFના પરેડ ગ્રાઉન્ડ પર મોકડ્રિલ યોજાશે. તેમજ બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં લોકોને તંત્ર દ્વારા સુરક્ષા અને સાવચેતી માટેની જાગૃતિ સતત અપાઈ રહી છે.ઑપરેશન સિંદૂરને પગલે ગુજરાતમાં ઈન્ડો-પાક બોર્ડરની નજીક આવેલા કચ્છ જિલ્લાનું ભુજ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવાઈ છે. કચ્છ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે.

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે. ભુજ એરપોર્ટ ત્રણ દિવસ માટે તમામ ફ્લાઈટ સ્થગિત કરાઈ છે. ભુજ એરપોર્ટથી રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. ભુજ એરપોર્ટનો કબજો BSF અને CSIF દ્વારા લેવામાં આવ્યો છે. એરફોર્સ દ્વારા યુદ્ધ સમયે ભુજ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. 1971ના યુદ્ધ સમયે પાકિસ્તાને ભુજ એરપોર્ટના રન-વે પર હુમલો કર્યો હતો. સંવેદનશીલ એરપોર્ટ હોવાથી સુરક્ષા વધારવામાં આવી છે.

ભુજ એરપોર્ટથી પાકિસ્તાન બોર્ડર 180 કિલોમીટર દૂર આવેલી છે.સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ માં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના બોર્ડરના જિલ્લાઓમાં સાવચેતીના પગલાં સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, સિવિલ ડિફેન્સ ડીજી મનોજ અગ્રવાલ, રાહત કમિશનર આલોક પાંડે હાજર રહ્યા હતા.

પહેલગામમાં નિર્દોષ લોકોને આતંકીઓ દ્વારા મોતને ઘાટ ઉતારતા સમગ્ર દેશમાં આતંકીઓ અને પાકિસ્તાન સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને દેશવાસીઓ પાકિસ્તાનને જડબેસલાક જવાબ આપવાની માંગ કરી રહ્યા હતા તેવામાં ભારતીય સેન્ય દ્વારા પાકિસ્તાનમાં આવેલ આતંકીઓના 9 ઠેકાણા ઉપર ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટાઇક કરીને આતંકીઓના અડ્ડાઓ નેસનાબૂદ કરીને આતંકીઓને મોતને ઘાટ ઉતારતા દેશવાસીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

જેમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પરના સુઇગામમાં સ્થાનિક લોકોએ હિન્દુસ્તાન જીંદાબાદ અને પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકો  ભારતના ઓપરેશન સિંદૂરને લઈને લોકોએ ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારત સરકાર અને સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અમને ભારતીય સેના ઉપર ગર્વ છે પાકિસ્તાનમાં રહેલા એક એક આતંકીઓને શોધીને ઠાર કરવા જોઈએ જેથી પહેલગામ જેવી કોઈ બીજી ઘટના ન બને અને કોઈ નિર્દોષોનો ભોગ ન લેવાય.

જોકે સુઇગામ બોર્ડર ઉપર રહેતા સ્થાનિક લોકોએ કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિમાં ભારતની BSF અને આર્મી સાથે છીએ.અને બોર્ડર ઉપર રહીએ છીએ પણ અમને કોઈ જ ડર કે ભય નથી.પાકિસ્તાનના ટુકડા કરી દેવા જોઈએ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતે લઈ લેવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી

આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો

આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક