Vadodara News/ વડોદરા મનપાની 84 કરોડની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણનું દબાણ!

તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણની માલિકીનું 10500 ચો.મી. જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવી હોવાની વિશ્વામિત્રી સમિતિએ વડોદરા મનપાને લેખિતમાં રજુઆત કરી હતી.

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara)માં વાઘોડિયા રોડ પર સરકારી જમીન પર બનેલ 25 વર્ષ જૂના પશુપતિનાથ મંદિરને જમીન પચાવી (Land Grabbing) પાડવા મામલે નોટિસ આપવામાં આવી છે. તો બીજી બાજુ ક્રિકેટર યુસુફ પઠાણે (Yusuf Pathan) જમીન પર દબાણ કર્યુ હોવા છતાં કેમ હજુ સુધી જમીન દબાણ અંગે નોટિસ પાઠવવામાં આવી નથી તે અંગે મોટો સવાલ ઊભો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર યુસુફ પઠાણની 84 કરોડની 975 ચોરસ મીટર જમીન પર 12 વર્ષથી જમીન કબ્જે કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તો વોર્ડ નંબર 3, ટીપી. સ્કીમ નંબર 3 તેમજ ફાઈનલ પ્લોટ નંબર 381 પર પશુપતિનાથ મંદિરને લેન્ડ ગ્રેબિંગ (જમીન પચાવવા) મુદ્દે તંત્રએ નોટિસ પાઠવતા આવી વિરોધાભાસ ધરાવતી કાર્યવાહી મામલે વિશ્વામિત્રી સમિતિએ કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.

Vadodara Municipal Corporation

તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણની માલિકીનું 10500 ચો.મી. જમીન પર ગેરકાયદે દબાણ (Land Grabbing) કરવામાં આવી હોવાની વિશ્વામિત્રી સમિતિએ વડોદરા મનપાને લેખિતમાં રજુઆત કરી હતી. 6 મહિના થઈ ગયા હોવા છતાં કોઈ નોટિસ આપવામાં આવી નથી. એક કોર્પોરેટરે તો કલેક્ટર કચેરીએ જ ફરિયાદ દાખલ કરવા પહોંચી ગયા હતા તેવું પણ જાણવા મળેલ છે. વર્ષ પહેલા હાઈકોર્ટે (Gujarat Highcourt) ગેરકાયદે દબાણો (Land Grabbing) દૂર કરવા સ્ટે આપ્યો નથી તેથી કોર્પોરેશન દબાણો (Land Grabbing) પર બુલડોઝર ફેરવી શકે છે. ગણતરી મુજબ 12 વર્ષથી દબાણ કર્યુ હોવાથી તંત્રએ ક્રિકેટર પાસેથી વર્ષે 17 કરોડ લેવાના થાય. પરંતુ આજ સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી થઈ નથી, તો બીજી બાજુ મંદિરને નોટિસ પાઠવતા વિશ્વામિત્રી સમિતિએ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનજાગૃતિ કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં 38 આરોપીઓના ઘર પર ફેરવાયું બૂલડોઝર, કરોડોની જમીન ખુલ્લી કરાઈ

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિ.ની કરી ધરપકડ

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિ.ની કરી ધરપકડ