- ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ માટે ખુશીના સમાચાર
- બે વર્ષથી મામલો કોર્ટમાં પહોંચતા મતગણતરી પર રોક લગાવાઈ હતી
- અમુલના ચેયરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે. અમુલ ડેરીના વા. ચેરમેન પદે કોંગ્રેસનાં ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમારની બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ અમુલ ડેરીની ચૂંટણી અગાઉ ત્રણ અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. બે વર્ષથી મામલો કોર્ટમાં પહોંચતા મતગણતરી પર રોક લગાવાઈ હતી. અમુલના વા. ચેયરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા છે.

રાજેન્દ્રસિંહ પરમાર ને 9 મત મળ્યા છે. જ્યારે રાજેશ પાઠક ને 6 મત મળ્યા છે. રાજેન્દ્ર સિંહ પરમારનો 3 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઈ રહ્યા છે. 2020માં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો HCમાં ગયો હતો. HCના ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરાઈ હતી. રાજેન્દ્ર સિંહ અને રાજેશ પાઠકે ચૂંટણી જંગ જામ્યો હતો.
અત્રે નોધનીય છે કે બે વર્ષ અગાઉ ઓગષ્ટ 2020માં અમુલ ડેરીમાં ચુંટણી અગાઉ રાજ્ય સરકાર દખલ અંદાજી કરતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર અને બોરસદના રાજેન્દ્રસિંહ પરમાર સહિત કુલ ત્રણ અરજદારોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, અમુલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીપહેલાં, રાજ્ય સરકારે કાયદાથી વિપરીત જઈને અમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ત્રણ નોમિનીઝની નિમણૂંક કરી હતી. રાજ્ય સરકાર આ પ્રકારનુ પગલુ ભરી શકે નહીં, ડેરીમાં રાજ્ય સરકારને કંઈ લાગતુ વગળતું નથી. રાજ્ય સરકારે ડેરીના બોર્ડએ માંગ કરી હતી. અમુલ ડેરીમાં કોંગ્રેસનાં ધારાસભ્યને વા. ચેરમેન પદે નિયુક્તિ થતાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ખુશીનોમાહોલ જોવા મળી રહ્યો છે.
